News of Friday, 10th August 2018
ઉત્તરાખંડમાં ભારે વરસાદ : ગંગાએ ધરાળીમાં તારાજી સર્જી : ભુસ્ખલનને કારણે કાટમાળ માર્ગમાં ધસી આવ્યો
ડીએમ અને તેમનો કાફલો ગંગોત્રી હાઇવે પર ફસાયો : 700 કાંવડ યાત્રીઓ પણ ફસાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ શ્રીકંઠ હિમશિખર નીચે ઝિંડા બુગ્યાલમાં ગંગાએ ધરાળીમાં તારાજી સર્જી છે. ભુસ્ખલનની વધતી ઘટનાઓના કારણે મુખ્ય માર્ગ પર કાટમાળ ધસી આવ્યો હતો જેના કારણે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
બીજીતરફ ગંગોત્રી ધામમાં સર્જાયેલી તારાજીની સમીક્ષા કરી પરત ફરી રહેલા ડીએમ આશીષ ચૌહાણ અને તેમનો કાફલો પણ ગંગોત્રી હાઈવે પર ફસાઈ ગયો હતો.જેના પગલે એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. અને દોરડુ બંધી રસ્તો પાર કરાવવામાં આવ્યો હતો. અહિંયા ડબરણી વચ્ચે ભુસ્ખલન થવા નજીક 700 કાંવડ યાત્રીઓ પણ ફસાયા હતા. નદીના પાણી સાથે આવેલું કાટમાળ સુરક્ષા દીવાળ પાર કરી 50થી વધુ હોટલ અને ઘરોમાં ધુસી ગયો હતો.
(12:46 am IST)