સમાન અનામત બિલ મામલે સરકાર કફોડી સ્થિતિમાં મુકાયું :ભાંગી પડ્યો પ્રસ્તાવ:વોટિંગ કરાવતા નાલેશી
નવી દિલ્હી :ચોમાસુ સ્તરના અંતિમ દિવસે સપા સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદની તરફથી લવાયેલા સમગ્ર દેશમાં અનમાત વ્યવસ્થા લાગુ કરવા સાથે જોડાયેલ એક પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા જેમાં સરકાર કફોડી સ્થિતિમાં મુકાયું હતું
અહીં રસપ્રદ વાત એ રહી કે આ પ્રસ્તાવ પર નવનિર્વાચિત ઉપસભાપતિ હરિવંશે વોટિંગ કરાવી દીધું, જેમાં સદનની અંદર સરકારને નીચા જોણું થયું હતું. વોટિંગના આ પ્રસ્તાવ અંગે 98 સભ્યોએ વોટ કર્યું જેમાં સમર્થનમાં 32 વધારે વિરોધમાં 66 મત પડ્યા હતા. પ્રસ્તાવ પડી ભાંગ્યો પરંતુ સદનમા સરકારની વિરુદ્ધ વિપક્ષી દળોએ દલિત વિરોધી હોવાની નારેબાજી કરી.હતી
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ પર વોટિંગ નહોતી કરાવી, પરંતુ નવા ઉપસભાપતિ હરિવંશે આ અંગે વોટિંગ કરાવી દીધું.
આ પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ સદનમાં મોદી સરકારની વિરુદ્ધ દલિત વિરોધી હોવાના નારા લગાવાયા. વિપક્ષી સાંસદોની નારેબાજીને જોતા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને એટલે સુધી કહેવું પડ્યું કે આ નારેબાજી કરવા માટેનું સ્થળ નથી. અહીં ચર્ચા થાય છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને સામાજિક અધિકારીતા મંત્રી થાવર ચંદ ગહલોતે પણ વોટિંગ કરાવવા મુદ્દે આસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.