મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

મહારાષ્ટ્રમા એટીએસના અનેક સ્થળોએ દરોડા :મુંબઈથી વૈભવ રાઉત બાદ પુણેમાંથી એક શંકાસ્પદની અટકાયત

ઝડપાયેલ વૈભવના ઘર અને દુકાનમાંથી મોટાપ્રમાણમાં જીવતા બૉમ્બ અને બૉમ્બ બનાવવાનો સમાન જપ્ત

મહારાષ્ટ્રમાં એટીએસ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા ગુરૂવારે મોડી રાત્રે પાલઘરના નાલાસોપારા વિસ્તારમાં વૈભવ રાઉતની ધરપકડ બાદ એટીએસએ આજે પુણેથી એક શંકાસ્પદની અટકાયત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બપોરે એટીએસએ પુણેમાંથઈ એક શંકાસ્પદ વ્યકતિની પુછપરછ કરીને તેની ધરપકડ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ પાસેના પાલઘરના નાલાસોપારા પશ્ચિમ ખાતે ભંડાર અલી વિસ્તારમાં એટીએસ વૈભવ રાઉતના ઘર અને નજીકની દુકાનમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં જીવતા બોમ્બ અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો રાઉત સનાતન સંસ્થાના પદાધિકારી છે. તેઓ હિંદુ ગૌવંશ રક્ષા સમિતી માટે કામ કરે છે. 

   રાઉતની ધરપકડ બાદ મહારાષ્ટ્ર હિંદુ જાગૃતિ સમિતીના રાજ્ય સંગઠક સુનીલ ઘનવટે જણાવ્યું કે, રાઉત હિંદુ ગૌવંશ રક્ષા સમિતી માટે કામ કરે છે. બીજી તરફ ભંડાર અલી વિસ્તારમાં રહેનારા લોકો રાઉને એક સારો વ્યક્તિ માને છે. તેમણે આ વાતનો અંદાજ નહોતો કે તેમના પાડોશમાં રહેનારો આ વ્યક્તિ પોતાનાં ઘરમાં મોતનો સામાન એકત્ર કરી રહ્યા છે. 

(12:26 am IST)