મુખ્ય સમાચાર
News of Saturday, 11th August 2018

માત્ર ૧૦ સેશનમાં ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો

ખુબ ઓછા સેશનમાં ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો : આરઆઈએલની અતિમહત્વની ભૂમિકા રહી : અહેવાલ

નવીદિલ્હી, તા. ૧૦ : દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. અહીં પણ ભારે વરસાદથી જનજીવન ઉપર અસર થઇ છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે. સ્કાયમેટ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, આ સમયે મોનસુન ટર્ફ દિલ્હીના દક્ષિણમાં છે. દક્ષિણ પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નમીના પરિણામ સ્વરુપે વાદળાઓ ઘેરાઈ રહ્યા છે. અનેક જગ્યાઓ ઉપર વરસાદ પણ થઇ રહ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. દિલ્હી અને એનસીઆર ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ભેખડો ધસી પડવાના અનેક બનાવો બન્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિમાચલમાં હાલમાં ભારે વરસાદ જારી રહેશે. ૧૩મી ઓગસ્ટ સુધી દિલ્હીમાં પણ વરસાદી માહોલ રહેશે. કેરળમાં ભારે વરસાદના કારણે વ્યાપક તારાજી થઇ છે. છેલ્લા ૪૮ કલાકમાં કેરળમાં ૩૦ લોકોના મોત થઇ ચુક્યા છે. અનેક જગ્યાઓ ઉપર પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે જેના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાયેલું છે.

(12:00 am IST)