મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

ચીને જાણીજોઈને કોરોનાની માહિતી દુનિયાને ન આપી

હોંગકોંગથી ભાગેલી વાયરોલોજીસ્ટનો ધડાકો : ચીને વિદેશી અને હોંગકોંગના નિષ્ણાતોને સંશોધનમાં સામેલ પણ ન કર્યાં હોવાનો મહિલા વિજ્ઞાનીનો દાવો

વોશિંગટન, તા. ૧૧ : કોરોના વાયરસના ઉદભવ અને એના દુનિયામાં ફેલાવાની હકીકતને છુપાવનારા ચીનના કાવતરાંનો વધુ એક પર્દાફાશ થયો છે. હોંગકોંગમાંથી જીવ બચાવીને ભાગનાર એક વિજ્ઞાનીએ અમેરિકામાં ધડાકો કર્યો હતો કે કોરોના વાયરસને લઇને ચીન પાસે પહેલેથી માહિતી હતી, પરંતુ વિશ્વ સમક્ષ તેને રજૂ કરવામાં સમય લીધો. જ્ઞાનીએ દાવો કર્યો હતો કે ચીન સરકારે કામ એકદમ રહસ્યમય રીતે કર્યું હતું. હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઇમ્યૂનોલોજીની વિજ્ઞાની લિ-મેંગ યાને મીડિયા સામે ચીનનો ભાંડો ફોડ્યો હતો. તેમણે જણાવ્યું કે મહામારીની શરુઆતમાં તેમના રિસર્ચની એવા લોકોએ અવગણના કરી હતી જેઓ ક્ષેત્રે વિશ્વસ્તરીય નિષ્ણાંતો છે. તેનુ માનવુ હતું કે મહામારી સામે લોકોને બચાવી શકાય એમ હતું. યાનનું કહેવું છે કે તે કોવિડ-૧૯ પર રિસર્ચ કરનાર વિશ્વના પહેલા કેટલાક વિજ્ઞાનીઓ પૈકી એક  છે. તેણે દાવો કર્યો હતો કે ચીનની સરકારે વિદેશી અને હોંગકોંગના વિજ્ઞાનીઓને રિસર્ચમાં સામેલ કરવાથી ઇનકાર કર્યો હતો.

             રિસર્ચના લીધે હોંગકોંગમાં યાન પર મુસીબત આવી પડી હતી, તેનું માનવુ હતું કે તે હોંગકોંગ પકડાઇ જતી તો જેલ ભેગી કરી દેવાતી અથવા ગુમ કરી દેવાતી. યાન હોંગકોંગમાં પોતાનું સર્વસ્વ છોડીને માત્ર પાસપોર્ટ અને પર્સ સાથે અમેરિકાની શરણે આવી છે.

(9:44 pm IST)