મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

દર્દીઓને ઈટોલિઝુમાબ ઈન્જેક્શન આપવા મંજૂરી

આ ઈન્જેકશન સ્કીન ડિસીઝમાં અપાય છે : લેબોરેટરી પરીક્ષણમાં સંતોષકારક પરિણામ મળતાં ડીસીજીઆઈની લીલી ઝંડી : કોરોનાના દર્દીઓને રાહત

નવી દિલ્હી, તા. ૧૧ : કોરોનાના દર્દીઓને રાહત રહે તે માટે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ઈટોલિઝુમાબ ઈન્જેક્શન આપવાની મંજૂરી આપી છે. ડીસીજીઆઈએ સાથે સ્પષ્ટતા પણ કરી છે કે ઈન્જેક્શનનો ઉપયોગ છેલ્લા સ્ટેજમાં કરી શકાશે. આનો અર્થ થયો કે સામાન્ય દર્દીઓ માટે ઈટોલીઝુમાબ ઈન્જેક્શનનો ઉપયોગ નહીં કરી શકાય. અગ્રણી નિયામક ડો વી જી સોમાણીએ જણાવ્યું કે ઈટોલીઝુમાબ ઈન્જેક્શનને ગંભીર દર્દીઓના કેસમાં ઉપયોગ માટે મર્યાદીત મંજૂરી અપાઈ છે. આનો ઉપયોગ કોવિડ ૧૯ના અત્યંત ગંભીર દર્દીઓ માટે થઈ શકશે. ઈન્જેક્શન છેલ્લા ઘણાં વર્ષોથી ચામડીના દર્દીઓ જે સોરાયસિસની બીમારીથઈ પીડાતા હોય તેમની સારવાર માટે કરાતો હતો. દવા બાયોકોન લિમિટેડે બનાવી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ બાદ ડ્રગ એક્સપટર્સને આના પરિણામ સંતોષકારણ જણાયા હતા. એઈમ્સ સહિતની ટોચની હોસ્પિટલ્સના પલ્મોનોલોજિસ્ટ, ફાર્માકોલોજિસ્ટ, ડ્રગ નિષ્ણાતો પણ સામેલ થયા હતા અને તેમણે સાઈટોકાઈન સિન્ડ્રોમ (સીઆરએસ) ઉપયાર માટે આને લીલી ઝંડી આપી હતી.

ઈટોલીઝુમાબ ઈન્જેક્શન બાયોકોન દ્વારા વિકસાવાલેયી રસી છે જે ત્વચાને સંલગ્ન બીમારી સોરાયસીસથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે. માનવકૃત ૈંખ્તય્૧ મોનોક્લોનલ એન્ટીબોડીમાં એક ૈજ પ્રથમ છે. પસંદગીના સીડી , એક પેન ટી સેલ માર્કરને ટાર્ગેટ કરે છે જે ટી કોષિકાઓમાં સામેલ હોયછે. કોવિડ ૧૯ના દર્દીઓની સારવાર માટે કરાયેલા પરીક્ષણના આધારે દિલ્હી અને મુંબઈમાં ઈટોલીઝુમાબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(9:36 pm IST)