News of Saturday, 11th July 2020
ઇન્ડિયન અમેરિકન શીખ યુવતી નૌરિન સિંઘની યુ.એસ. એરફોર્સમાં ઓફિસર તરીકે નિમણુંક : સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે હોદ્દો સંભાળશે
કોલોરાડો : ઇન્ડિયન અમેરિકન શીખ યુવતી 26 વર્ષીય નૌરિન સિંઘની યુ.એસ.એરફોર્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિમણુંક થઇ છે.
નૌરિનના પિતા નિવૃત કર્નલ શ્રી જી.બી.સિંઘ પણ આર્મીમાં હતા.તેઓ 1979 ની સાલથી આર્મીમાં જોડાયા હતા.તથા શીખોના ધાર્મિક પ્રતીક પાઘડી સાથે નોકરી કરી શક્યા હતા.તેમણે પુત્રી નૌરિનને ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મેળવવા પ્રોત્સાહિત કરી હતી. આમ હવે તેમની બીજી પેઢી અમેરિકન સૈન્યમાં સેવા આપશે.સુશ્રી નૌરિન કોલોરાડોમાં શીખ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર તરીકે સેવાઓ આપે છે.
(6:52 pm IST)