મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

રાજકોટમાં કોરોનાનો ફુંફાડો યથાવત : નવા ૨૨ કેસ

ગોંડલ રોડ, બજરંગવાડી, જાગનાથ મંદિર સામે, ગુલાબવિહાર, સુખસાગર, આશાપુરા રોડ, મોરબી રોડ, પંચનાથ, વર્ધમાન નગર, નહેરૂનગર-૮૦ ફુટ રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ તથા નાણાવટી ચોક સહિતનાં વિસ્તારમાં કોરોના રિપોર્ટ પોઝિટિવઃ શહેરનાં કુલ કેસ ૩૬૦ થયા

રાજકોટ,તા.૧૧: કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાએ તાંડવ મચાવતા ગઇકાલ સાંજ થી આજે બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં ૨૨ પોઝીટીવ કેસ બહાર આવતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યુ છે તથા લોકોમાં ફફડાટ પણ ફેલોાઇ ગયો છે. આ સાથે શહેરનો કુલ આંક ૩૬૦એ પહોંચયો છે.

કોરોના પોઝિટિવ દર્દીના નામ - સરનામા તા. ૧૦ જુલાઇના સાંજના ૫ વાગ્યાથી તા. ૧૧-૭-૨૦૨૦ ના બપોરના ૧૨ વાગ્યા સુધીમાં  શહેરમાં કુલ ૨૨(બાવીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત આ મુજબ છે.

(૧) જયદિપસિંહ જગદીશસિંહ જાડેજા (૩૭) ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલપંપ પાછળ, (૨) જુલી જયદિપ રાઠોડ (૩૩) એચ-૧૭, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે,  (૩) અરવિંદભાઈ જયંતીલાલ ઝીંઝુવાડિયા (૬૭) બ્લોક ૩/સી, કવા. નં. ૪૯૯, આનંદનગર કોલોની, જાગનાથ મંદિર સામે, (૪) હાર્દિક નાગજીભાઈ સોરઠીયા (૩૦) રાધે ગોવિંદ – ૧, ગુલાબ વિહાર, બીગ બજાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૫) પાટલીયા વત્સલ (૨૪) ૨૦૨-સિટી ગાર્ડન એપાર્ટમેન્ટ, માલવિયાનગર, (૬) હુમંતભાઈ સવજીભાઈ વાળા (૫૪) ૧૦-સુખસાગર સોસાયટી, (૭) ચેતનભાઈ બાબુભાઈ પરમાર (૪૧) આશાપુરા શેરી નં. ૧૩, કોઠારીયા મેઈન રોડ, (૮) રૂક્ષમણીબેન રમેશભાઈ ગજેરા (૩૯) (૯) રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા (૪૫) સીલ્વર નેસ્ટ, ભાવનગર રોડ, (૧૦) ભાવેશભાઈ ભવાનજીભાઈ ગુજરાતી (૩૪) રાજલક્ષ્મી – ૨૦, કોઠારીયા મેઈન રોડ, (૧૧) કૃષ્ણકાંત શશીકાંતભાઈ (૩૩) મણીનગર - ૨, રામેશ્વરપાર્ક,  (૧૨) જયોતીન્દ્રસિંહ કિશોરસિંહ રાણા (૪૦) રૂક્ષમણી એપાર્ટમેન્ટ, વિકાસગૃહ ઉદ્યોગ, (૧૩) કેતન કાંતિ ભાણવડિયા (૪૩) જીવરાજપાર્ક, નાનામૌવા મેઈન રોડ,  (૧૪) રંજનબેન રમેશભાઈ (૬૫) પંચનાથ, આશુતોષ એપાર્ટમેન્ટ, (૧૫) વિનોદ કુળજી વાડોદરિયા (૩૮) રાજલક્ષ્મી, મોરબી રોડ, (૧૬) પરેશ ગોરધન બારભાયા (૬૫) વર્ધમાન નગર,  (૧૭) લક્ષ્મણભાઈ ગોપાલભાઈ રામાણી (૬૦) પારસ સોસા. શેરી નં. ૧, નેહરૂનગર ૮૦ ફુટ રોડ, (૧૮) શીલાબેન અનંતરાય કાલરીયા (૬૨) શાલીગ્રામ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૮૦૧, નિર્મલા કોન્વેન્ટ રોડ તથા (૧૯) લલીતાબેન કિશોરભાઈ કાલાવડીયા (૬૫) (૨૦) નાનાલાલ નારણભાઈ કાલાવડીયા (૭૩) (૨૧) તનુજ નાનાલાલ કાલાવડીયા (૪૩) ગાર્ડન સીટી, ટાવર-ઈ, સાધુવાસવાણી રોડ, (૨૨) ભાવિક ચંદુભાઈ બુસા (૨૪) ૨-રામેશ્વર પાર્ક, નાણાવટીચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાજકોટનો સમાવેશ થાય છે.

(6:15 pm IST)