મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણીનો કુદકો :દુનિયાના સાતમાં નંબરના સૌથી ધનિક : વોરેન બફેટ સહિતનાને રાખ્યા પાછળ

જેફ બેઝોસ પ્રથમ ક્રમે: માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બીજા સ્થાને

નવી દિલ્હી : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો હતા જ પણ હવે દુનિયાના સૌથી ધનિક વ્યકિતઓમાં પણ સાતમાં નંબરે આવી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનેયર રેકિંગ મુજબ મુકેશ અંબાણી પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટ, ગૂગલના લૈરી પૈજ અને સર્જી બ્રિનને પણ પાછળ રાખી દીધા છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 70.10 અબજ ડૉલર થઈ ગઈ છે.

આ ફોર્બ્સની યાદીમાં જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 188.2 અબજ ડૉલર છે. જ્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ બીજા સ્થાને છે. ગેટ્સની કુલ સંપત્તિ 110.70 અબજ ડૉલર છે. ત્રીજા સ્થાને 108.8 અબજ ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ ઓર્નોલ્ટ પરિવાર છે, જ્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 90 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.

(12:04 am IST)