મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 12 નાગરિકોના મોત : 19 લોકો ગુમ : 10 ઈજાગ્રસ્ત

કાઠમંડુ : પશ્ચિમ નેપાળમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.સાથોસાથ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બનવા પામી છે.જેને લીધે 12 નાગરિકોના મોત થયા છે.19 લોકો ગુમ થયા છે.અને 10 ને નાનીમોટી ઈજાઓ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ  દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
પોલીસે શુક્રવારે જણાવ્યું કે કાસ્કી જિલ્લામાં પોખરા સિટી એરિયાના સારંગકોટ અને હેમજનમાં ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. તેમાંથી 5નામોત સારંગકોટમાં ભૂસ્ખલનના લીધે થયા હતા. અહીં દસ લોકો ઘાયલ થયા હતા જેમનો ઇલાજ ચાલી રહ્યો છે. તે સિવાય લામજુંગ જિલ્લાના બેસિશહરમાં એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. રુકુમ જિલ્લાના આથબિસ્કોટ વિસ્તારમાં પણ 2 અન્ય લોકોના મોત થયા હતા.
જાજરકોટ જિલ્લામાં ભૂસ્ખલનના લીધે 2 ઘર તણાયા હતા. તેના લીધે 12 લોકો ગુમ થયા છે. મ્યાગ્દી જિલ્લામાં એક જ પરિવારના સાત લોકો ગુમ છે. સિંધુપાલચોકમાં પણ પૂર જેવી પરિસ્થિતિ છે

(6:25 pm IST)