મુખ્ય સમાચાર
News of Thursday, 11th July 2019

વિશ્વકપ :ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડનો 8 વિકેટે વિજય: સતત ત્રીજી વખત યજમાન ટીમ ફાઇનલમાં પહોંચી

224 રણનો લક્ષ્યાંક ઇંગ્લેન્ડે માત્ર 32 ઓવરમાં હાંસલ કર્યો

 

એજબસ્ટન ખાતે રમાયેલ આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને 224 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઇંગ્લેન્ડે ફક્ત બે વિકેટ ગુમાવી 32 ઓવરમાં પાર કરી લીધો છે. ઇંગ્લૅન્ડની 8 વિકેટે જીત થઈ છે.

જેસન રોય અને જોની બેરસ્ટ્રોએ મક્ક્મ શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ બન્નેએ વિકેટ ગુમાવી હતી. પછી જો રૂટ અને મોર્ગન સારી ભાગીદારી કરી હતી.મોગને 38 બૉલમાં 41 રન અને જો રૂટે 45 બૉલમાં 49 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ તરફથી જેસન રોયે 65 બૉલમાં 85 અને બેરસ્ટ્રોએ 43 બૉલમાં 34 રન કરી શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી જીતનો પાયો નાખ્યો હતો.

ઇંગ્લૅન્ડના બોલર ક્રિસ વોક્સને મૅન ઑફ મૅચ એનાયત કરવામાં આવ્યા હતા. ક્રિસ વોક્સે 8 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ઝઢપી હતી.અગાઉ સ્ટીવ સ્મિથના શાનદાર 85 રન અને એલેક્સ કેરીના 46 રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 223 કરી ઓલઆઉટ થઈ ગયું હતું.

આજની મૅચમાં ટૉસ જીતી ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, પ્રથમ બેટિંગનો નિર્ણય ઑસ્ટ્રેલિયાને ફળ્યો નહોતો.સ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમૅન એરોન ફિંચ અને ડેવિડ વૉર્નર શરૂઆતમાં આઉટ થઈ ગયા હતા.ડેવિડ વૉર્નરે 11 બૉલમાં 9 રન કર્યા હતા તો કૅપ્ટન એરોન ફિંચ શૂન્ય રને આઉટ થયા હતા.

 

(10:57 pm IST)