મુખ્ય સમાચાર
News of Thursday, 11th July 2019

પટના બીએસએનએલના ઉપ મહા નિર્દેશકના કાર્યલાયની દીવાલ ધરાશયી :માસુમ બાળકનું કરૂણમોત ;બે મહિલા સહીત 3 બાળકો ઘાયલ

સચિવાલય ચોકીથી નજીક યારપુર ગુમતી પાસેની 70 ફૂટ લાંબી અને 8 ફૂટ ઊંચી ધારાશયી :ઝૂંપડીમાં રહેતા સુરેશ મલ્લીના સબંધી વિનોદ મલ્લીના દોઢ વર્ષના માસુમ પુત્રનું મોત

પટના :સચિવાલય ચોકી નજીક યારપુર ગુમતી પાસેનીબીએસએનએલના ઉપ મહાનિર્દેશકના કાર્યાલયની દીવાલ ધરાશયી થતા દોઢ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે મોડીરાત્રે 50 વર્ષ જૂની  70 ફૂટ લાંબી અને 8 ફૂટ ઊંચી ધારાશયીથતા દીવાલ નજીક  ઝૂંપડીમાં  રહેતા સુરેશ મલ્લીના સબંધી વિનોદ મલ્લીના દોઢ વર્ષના માસુમ પુત્ર વિશાલનું કરૂણમોત નીપજ્યું હતું જયારે સુરેશના ત્રણ નાના બાળકો અને તેની પત્ની અને વિનોદના પત્નીને ઇજા પહોંચી છે સુરેશ પટના જંક્સનમાં સફાઈ કર્મી તરીકે કામ કરે છે આ ઘટના બની ત્યારે સુરેશ ઘેર હાજર નહોતો જોકે તેની પત્ની બીલીયા દેવી હાજર હતી તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં રસ્તામાં માસુમ બાળકનું મોત નીપજ્યું હતું

(12:00 am IST)