મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

દેશમાં કોરોના થાક્યો : નવા 84.061 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.21.066 દર્દીઓ રિકવર થયા : વધુ 3987 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.67.097 થયો :એક્ટિવ કેસ ઘટીને 10.77.790 થયા : કુલ કેસની સંખ્યા 2.93.58.033 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 15.759 કેસ, કેરળમાં 14.233 કેસ,મહારાષ્ટ્રમાં 11.766 કેસ, કર્ણાટકમાં 8249 કેસ, આંધ્રપ્રદેશમાં 8239 કેસ,ઓરિસ્સામાં 5235 કેસ, પશ્ચિમ બંગાળમાં 4883 કેસ,આસામમાં 3666 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં માં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 91.211 કેસ નોંધાયા છે. જ્યારે 1.33.598 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 84.061 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3987 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,67.097 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.21.066 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,93.58.033 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 10.77.790 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.21.066 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,79.01.688 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 15.759 કેસ, કેરળમાં 14.233 કેસ,મહારાષ્ટ્રમાં 11.766 કેસ, કર્ણાટકમાં 8249 કેસ, આંધ્રપ્રદેશમાં 8239 કેસ,ઓરિસ્સામાં 5235 કેસ, પશ્ચિમ બંગાળમાં 4883 કેસ,આસામમાં 3666 કેસ નોંધાયા છે

(1:03 am IST)