મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

મોદી રાજના સાત વર્ષમાં પેટ્રોલ 30 અને ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ

2014-15ના વર્ષમાં પેટ્રોલ 66 રુપિયા અને ડીઝલ 50 રુપિયા પ્રતિ લીટર ભાવ હતો

નવી દિલ્હી :મોદીરાજના સાત વર્ષમાં પેટ્રોલ 30 અને ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ થયું છે વર્ષ 2014-15ના વર્ષમાં પેટ્રોલ 66 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 50 રુપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું. જ્યારે 2021માં પેટ્રોલનો ભાવ 95થી લઇને 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કે ડીઝલનો ભાવ 86થી લઇને 90 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો દેશના એવા કેટલાય જિલ્લા છે કે જ્યાં પેટ્રોલ 100 રુપિયાને પાર વેચાઇ રહ્યું છે.ઇંધણમાં આટલી મોંઘવારી છેલ્લા સાત વર્ષમાં જોવા મળી છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોથી લઇને વિપક્ષી પાર્ટીઓ સરકારનો વિરોધ કરી રહી છે. દર વર્ષે પેટ્રોલ ડીઝલ મોંઘુ થઇ રહ્યું છે. 2014થી 2021 સુધીના છેલ્લાં સાત વર્ષની વાત કરીએ તો એ દરમિયાન પેટ્રોલમાં 30 રૂપિયા અને ડિઝલમાં 36 રુપિયાનો વધારો થયો છે.

 

(12:24 am IST)