મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

દેશના 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ “વન નેશન વન રાશન કાર્ડ” લાગૂ કર્યું છે. માત્ર ત્રણ રાજ્યો અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં તે લાગૂ નથી થયું. કેજરીવાલ તમે દિલ્હીમાં વન નેશન વર રાશન કાર્ડ લાગૂ કેમ નથી કર્યુ, તમને શું તકલીફ છે? : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે રાશનની હોમ ડિલીવરીને લઈને તકરાર ચાલી રહી છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ ડૉર ટૂ ડૉર રાશનની વાત કહી રહ્યાં છે, પરંતુ તેઓ ઓક્સિજન નથી પહોંચાડી શક્યા. મહોલ્લા ક્લિનિકથી દવાઓ લોકોને નથી પહોંચાડી શક્યા. આમ રાશનની ડોર સ્ટેપ ડિલિવરી પણ એક જુમલો જ છે.

દિલ્હી સરકાર રાશન માફિયાઓના કંટ્રોલમાં છે. દેશના 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ “વન નેશન વન રાશન કાર્ડ” લાગૂ કર્યું છે. માત્ર ત્રણ રાજ્યો અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં તે લાગૂ નથી થયું. કેજરીવાલ તમે દિલ્હીમાં વન નેશન વર રાશન કાર્ડ લાગૂ કેમ નથી કર્યુ, તમને શું તકલીફ છે?

રવિશંકર પ્રસાદે આપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ હોમ ડિલીવરી દેખવામાં સારી લાગે છે, પરંતુ તેમાં ઊંડા ઉતરીએ તો અનેક કૌભાંડ છૂપાયેલા દેખાશે. દિલ્હીની રાશન દુકાનોમાં એપ્રિલ-2018થી અત્યાર સુધી POS મશીનનું પ્રમાણીકરણ કેમ શરૂ નથી થયું? કેજરીવાલ એસસી-એસટી વર્ગની ચિંતા નથી કરી રહ્યાં, પ્રવાસી મજૂરોની પણ તેમને કોઈ ચિંતા નથી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર સમગ્ર દેશમાં 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉં, 3 રૂપિયા પ્રતિ કિલો ચોખા આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગત વર્ષની જેમ આ વર્ષે પણ દીવાળા સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. ચોખાનો ખર્ચો 37 રૂપિયા અને ઘઉનો ખર્ચો 27 રૂપિયા પ્રતિ કિલો થાય છે. ભારત સરકાર સબસિડી આપીને રાજ્યોની રાશન દુકાનોના માધ્યમથી વિતરણ માટે અનાજ આપે છે.

ભારત સરકાર વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયા તેની પાછળ ખર્ચો કરે છે. વન નેશન વન રાશન કાર્ડ ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે. દેશના 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેના પર 28 કરોડ પોર્ટેબલ ટ્રાન્જક્શન થયા છે.

(5:22 pm IST)