મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

હજુ મિત્રતા માટે પાકિસ્તાન તૈયાર નથીઃ ભારત વિરૂદ્ધ આતંકી નીતિ છોડવા માંગતુ નથી

વિદેશ મંત્રાલયના પૂર્વ સચીવ વિવેક કાટઝુનું રસપ્રદ આલેખન

નવી દિલ્હીઃ. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત-પાકિસ્તાન સેનાઓએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સંઘર્ષ વિરામનો જે નિર્ણય કરેલ તેને ૧૦૦ દિવસ પુરા થઈ ચૂકયા છે. આ દરમિયાન સીમા ઉપર શાંતિ રહેલ.

આનાથી આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા આસપાસ રહેતા લોકોને મોટી રાહત મળી છે. આ એક મોટો બદલાવ છે, પણ એક વસ્તુ નથી બદલી તે પાકિસ્તાન દ્વારા આતંકી ઢાંચાને કાયમ રાખવું. જ્યારથી સંઘર્ષ વિરામ થયો છે ત્યારથી પાકિસ્તાનમાં કેટલાક મહત્વના ઘટનાક્રમ થયા છે અને તેનાથી એ સંકેત મળે છે કે પાકિસ્તાની સૈન્ય અને રાજકીય વર્ગમાં ભારતની નીતિને લઈને મતભેદ વધી રહ્યો છે.

કાશ્મીરથી જોડાયેલ મુદ્દાઓ ઉપર સૈન્ય રાજકીય વર્ગમાં ભારત નીતિને લઈને મતભેદ વધી રહ્યો છે. બન્ને વર્ગમાં રવૈયો કડક છે. કેટલાક જનરલ અને નેતા ભારત સાથે સંબંધોને વ્યવહારિક બનાવવા અને વેપાર તથા સંપર્ક બહાલી કરી ભવિષ્યોન્મુખી દ્રષ્ટિકોણ અપનાવવા ઈચ્છુક છે. જ્યારે અન્યો પારંપરિક રૂખ ઉપર ચોંટયા જ છે. જો કે બધા આતંકવાદને એક વિકલ્પરૂપમાં પણ કાયમ રાખવા માંગે છે.

જ્યારે તેની પાકિસ્તાનને તેની મોટી આર્થિક કિંમત ચૂકવવી પડી છે. પોતાના તમામ પ્રયાસો છતા તે હજી એક ખતરનાક જગ્યાના રૂપમાં કુખ્યાત છે. તે વિદેશી રોકાણને આકર્ષીત કરવામાં સક્ષમ બન્યુ છે. જેમા ચીન-પાકિસ્તાન આર્થિક ચેનલ અંતર્ગત ચીનથી થનાર રોકાણ સામેલ નથી.

સીપૈકમાં ગ્યાદર પોર્ટનો વિકાસ પણ સામેલ છે. ભારત માટે તેના વ્યાપક સામરિક નિહિતાર્થ છે ત્યારે ચીનના માટે સીપૈકનું આર્થિકથી કયાંય વધુ સામરિક મહત્વ છે. સંઘર્ષ વિરામના લગભગ મહિના બાદ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવાએ એક મહત્વપૂર્ણ નીતિગત ભાષણમાં કહેલ કે પાકિસ્તાનને પોતાની સુરક્ષાનો દાયરો સીમાઓની પારંપરિક સુરક્ષાથી પરે જનતાના કલ્યાણ ઉપર પણ કેન્દ્રીત કરવું જોઈએ અને આ વેપાર સહિત આર્થિક સશકિતકરણથી સંભવ થશે.

તેમણે કનેકટીવીટીની મહત્તા પણ જણાવેલ. વિશ્લેષકો આને ભારત સાથે વેપાર અને સંપર્ક બહાલ કરવામાં તેમના રસ તરીકે જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ ૧૯માં જમ્મુ-કાશ્મીરમાં સંવૈદ્ધાંતિક બદલાવ કર્યા બાદ પાકિસ્તાને ભારત વ્યાપારીક સંબંધ એક રીતે પુરા કરી નાખેલ.

સમસ્યા એ પણ છે કે પાકિસ્તાનની ભારત નીતિમાં પાક સેનાના રાજકારણનું પણ ઘાલમેલ થઈ રહ્યુ છે. પાકિસ્તાનના એક પ્રખ્યાત ટીવી પત્રકાર હામીદ મીરે પોતાના સાથી પત્રકારને પીટાવવાના મામલામાં જનરલો ઉપર આરોપ લગાડતા જણાવેલ કે ભારતને લઈને સેનાનો રવૈયો નરમ થઈ જાય છે. મીરે એ પણ જણાવેલ કે એવું કરી સેના પાકિસ્તાની જનતાની ઈચ્છા વિરૂદ્ધ જવાની સાથે જ તેના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની નીતિઓથી પણ વિમુખ થઈ રહ્યા છે.

જાણકારો મુજબ મીરના નિશાન ઉપર જનરલ ફૈઝ હામિદ હતા જે જાસુસી એજન્સી આઈએસઆઈના મહાનિર્દેશક છે. આ વિશ્લેષણ એ પણ અનુભવ કરાવે છે કે મીરને સેનાના કેટલાક જનરલોનો સપોર્ટ છે. જે બાજવાના આવતા વર્ષે સમાપ્ત થતા કાર્યકાળ બાદ ફૈઝના આગળના સેના પ્રમુખ બનવાની સંભાવનાઓ ઉપર આઘાત કરવા માંગે છે.

પાકિસ્તાનના ઘટનાક્રમ ઉપર ભારતે કડક નજર રાખવી પડશે. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે પોતાનો રૂખ કરી રાખવો પડશે કે તે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાના પક્ષઘટ છે, પણ જ્યારે પાકિસ્તાન આતંકવાદ ખતમ કરે. પાકિસ્તાનમાં ચાલી રહેલ ખેંચતાણ એ જ દર્શાવે છે કે ભારત સાથે બહેતર સંબંધ બનાવવાની વાસ્તવિક ઈચ્છા દેખાડનાર બુનિયાદી નિર્ણય પણ નથી લઈ શકયુ, જે ન તો તેની જનતા પણ આખા ક્ષેત્ર માટે હિતમાં હશે.

(3:30 pm IST)