મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કેન્દ્ર સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ગેપ ઓછો કર્યોઃ વિદેશ જનારાને હવે ૮૪ દિવસ રાહ નહીં જોવી પડે

નવી દિલ્હી, તા. ૧૧:  કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી એક વખત કોવિશીલ્ડ પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર ઓછુ કરી દીધુ છે. બીજા ડોઝના ગેપ બે વખત વધારવામાં આવ્યુ, પરંતુ આ વખતે આ ગેપને ઘટાડવામાં આવ્યુ છે. આ માત્ર તેમની માટે છે જે વિદેશ યાત્રા પર જઇ રહ્યા છે. નવી ગાઇડલાઇન બાદ હવે કેટલીક શ્રેણીઓ માટે ૮૪ દિવસ રાહ જોવી નહી પડે. હવે ૨૮ દિવસ પચી કોવિશીલ્ડનો બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે. જોકે, કોવૈક્સીન માટે બે ડોઝ વચ્ચે અંતર ૨૮ દિવસ જ છે, તેમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

કોવિશીલ્ડના બન્ને ડોઝના ગેપમાં ત્રીજી વખત બદલાવ કરવામાં આવ્યો છે. ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સીનેશનમાં પહેલા ૨૮થી ૪૨ દિવસનું અંતર હતું. પછી ૨૨ માર્ચે આ ગેપ વધારીને ૬-૮ અઠવાડિયા કરવામાં આવ્યુ હતું. તે બાદ ૧૩ મેએ આ અંતર ૧૨-૧૬ અઠવાડિયા કરી દેવામાં આવ્યુ છે.

શું કહે છે નવી ગાઇડલાઇન?

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન તેમની માટે છે, જેમણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે અને તેમણે વિદેશ યાત્રા પર જવાનું છે. આ વિદેશ યાત્રા અભ્યાસ, રોજગાર અને ઓલમ્પિક ટીમ માટે હોઇ શકે છે. આવા લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા માટે ૮૪ દિવસ રાહ નહી જોવી પડે. તે આ પહેલા પણ બીજો ડોઝ લગાવી શકશે.

આ પહેલા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધૂએ મંગળવારે કહ્યુ કે તે લોકોને કોવિશીલ્ડના પ્રથમ ડોઝના ૨૮ દિવસ રાહ જોયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે, જેમની માટે વિશેષ કારણોથી વિદેશ જવુ જરૂરી છે. સિદ્ધૂએ કહ્યુ કે જિલ્લા તંત્ર દ્વારા નામિત યોગ્ય અધિકારી ૮૪ દિવસ નક્કી સમય પહેલા બીજા ડોઝ લેવા માટે પરવાનગી પહેલા તપાસ કરશે.

(1:40 pm IST)