મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

બે વર્ષમાં ITR ફાઇલ કર્યા ન હોય તેવા કરદાતાએ ડબલ TDS ચૂકવવો પડશે

નવી દિલ્હી, તા.૧૧: જે કરદાતાઓએ છેલ્લા બે વર્ષમાં ITR ફાઈલ ન કર્યા હોય કે દર વર્ષે કાપવામાં આવેલો TDS રૂ. ૫૦,૦૦૦ કરતાં વધારે હોય તો આવા કરદાતાઓએ ૧ જુલાઈથી બમણો TDS ચૂકવવો પડશે. કેટલાક પ્રકારની આવકમાં ૨૦૨૧નાં બજેટમાં ઉંચો TDS વસૂલ કરવા માટે નવી કલમ ૨૦૬અઇ સામેલ કરવામાં આવી છે. જે હેઠળ કરદાતાએ છેલ્લા બે વર્ષમાં TDS દર્શાવતું ITR ફાઈલ ન કર્યું હોય તેમજ દર વર્ષે કાપવામાં આવેલી TDSની રકમ રૂ. ૫૦,૦૦૦થી વધી જતી હોય તો તેવા કિસ્સામાં કરદાતાએ બમણો TDS ચૂકવવાનો રહેશે.

ત્રણ પ્રકારે ઊંચો TDS વસૂલ કરી શકાશે

૧. ટીડીએસનો દર નીચલી મર્યાદા કરતા ઊંચો હોય તેવા સંજોગોમાં જે તે સેકશનમાં કે જોગવાઈ કર્યા મુજબના દર કરતાં બમણા દરે વસૂલાત. ૨. અમલમાં હોય તેનાં કરતાં બમણા દરે વસૂલાત. ૩. પાંચ ટકાનાં દરે ટીડીએસની વસૂલાત.

TDS ફાઈલ કરવાની છેલ્લી તારીખ નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે જે અગાઉ ૩૧ મે સુધીની કરાઈ હતી.

કયા કિસ્સામાં નવી કલમ ૨૦૬AB લાગુ નહીં પડે?

 કલમ ૧૯૨ હેઠળ પગાર માટે કે કલમ ૧૯૨A હેઠળ પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કર્યો હોય તેવા કિસ્સામાં.

 કલમ ૧૯૪B અથવા ૧૯૪BB હેઠળ કાર્ડ ગેમ, ક્રોસ વર્ડ, લોટરી, પઝલ કે અન્ય કોઈ ગેમ્સ કે હોર્સ રેસ જીતીને મેળવવામાં આવેલી રકમ.

 કલમ ૧૯૪ગN હેઠળ રૂ.૧ કરોડથી વધુ રકમનાં ઉપાડ પર TDS લાગુ પડશે નહીં.

 કલમ ૧૯૪LMC હેઠળ સિકયુરિટાઈઝેશન ટ્રસ્ટમાં રોકાણ સામેની આવક.

(10:40 am IST)