મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

વાહ...ભૈ...વાહ

એર સ્ટ્રાઇક બાદ લોકોનો મોદી સરકાર ઉપર વિશ્વાસ વધ્યોઃ IANS-સી વોટરનો સર્વે

નવી દિલ્હી તા. ૧૧ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારથી સંતોષનું સ્તર આ વર્ષે ર૬ ફેબ્રુઆરીએ થયેલ બાલાકોટ હવાઇ હૂમલા પછી મહતતમ ઉંચાઇ પર પહોંચ્યું છે. આઇએએનએસ-સી વોટર દ્વારા ૩૧ મે એ કરાવવામાં આવેલ સર્વેનાં આ જાણવા મળ્યું છે.

સર્વેમાં સામેલ લોકોમાંથી ૪૮.૮૭ ટકાએ ભાજપાના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર સામે બહુ વધારે સંતોષ વ્યકત કર્યો હતો. જયારે રપ.૭૪ ટકા લોકો સરકારથી ઠીક ઠીક સંતુષ્ટ હતાં. તો ૧૮.૧૭ ટકા લોકોનું કહેવું હતું કે તેઓ કેન્દ્રની ભાજપા સરકારથી સંતુષ્ઠ નથી.

બાલાકોટ હવાઇ હૂમલા પહેલા આઇએએનએસ-સી વોટરના ટ્રેકર દ્વારા જાણવા મળતું હતું કે રાષ્ટ્રીય સ્તરે ૪૦ ટકા લોકો મોદી સરકારથી સંતુષ્ઠ હતાં. બાલાકોટે મોદી સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધાર્યો અને લોકસભા ચૂંટણીની આખી દિશા બદલી નાખી. આ સર્વેના પરીણામોના અંદાજથી જાણવા મળે છે કે ર૬ ફેબ્રુઆરીના બાલાકોટ હવાઇ હૂમલા છી મોદી સરકાર પ્રત્યે લોકોના વિશ્વાસમાં રોજેરોજ વધારો થતો ગયો. રપ ફેબ્રુઆરીએ સરકાર પ્રત્યે વિશ્વાસનો દર ૪૩.પપ ટકા હતો. જે ર૬ ફેબ્રુઆરીએ ૪૩.૭૩, ર૭ ફેબ્રુઆરીએ ૪પ.૦પ ટકા અને તે વધતા વધતા ૬ માર્ચે પ૧.પપ ટકાએ પહોંચ્યો હતો. જો કે ૭ માર્ચે તેમાં થોડો ઘટાડો થયો હતો અને તે પ૧.૩ર પર આવી ગયો હતો.

આ સર્વે અનુસાર, મોદી સરકાર પ્રત્યે વિશ્વાસનો દર એવા રાજયોમાં વધારે છે જયાં વિરોધ પક્ષોની સરકારો છે. લોકસભા ચૂંટણીમાં આ રાજયોમાં ભાજપાનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. દાખલા તરીકે કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મોદી સરકાર પ્રત્યે વિશ્વાસનો દર ક્રમશઃ ૬૬.૪૦ અને ૬પ.૧૦ ટકા રહ્યો હતો. બીજદ શાસીત ઓરિસ્સામાં આ દર ૬૪.૩૯ ટકા હતો. મોદી સરકાર પ્રત્યે લોકોના વિશ્વાસમાં ચૂંટણીની જાહેરાત પછી સતત વધારો થયો.  ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તે વધારે વધી ગયો. ર૩ મે એ તે ૪૬.૪૦ ટકા હતો જે ૩૧ મે એ વધીને ૪૮.૮૭ ટકા એ પહોંચી ગયો હતો.

(4:08 pm IST)