મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

દિલ્હીમાં ૧ર૭ કરોડના ખર્ચે બની રહ્યું છે ''ગુજરાત સદન'' : બે મહિનામાં થશે ઉદ્ઘાટન

કુલ પ૯ રૂમ હશે : રેસ્ટોરન્ટ-ડાઇનીંગ હોલ : બીઝનેસ સેન્ટર સહિતની સુવિધાઓ : ગવર્નર-સીએમ સ્યુટ સહિત ૧૯ સ્યુટ હશે : ર૦૦ બેઠકોવાળો કોન્ફરન્સ હોલ પણ હશે

નવી દિલ્હી, તા. ૧૧ :  ૧ર૭ કરોડના ખર્ચે દિલ્હીમાં બનેલ ગુજરાત સદન આગામી બે મહિામાં ખુલ્લુ મુકાશે. ૭૦૬૬ ચો.મીટરની કિંમતી જમીન પર બનેલ આ સદન અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હશે.

ગુજરાત સદનનું કંસ્ટ્રકશન ઓકટોબર ૨૦૧૭માં શરૂ કરવામાં આવ્યું હતું. જેનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને હાલ ઇન્ટિરિયર સાથે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સદન બનાવવા માટે ૧૩૧ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું જે પૈકી અંદાજીત ૧૨૭ કરોડના ખર્ચે આ અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ગુજરાત ભવન માટે દિલ્હીના હાર્દ સમા વિસ્તારમાં જમીન માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા દરમિયાનગીરી કર્યા બાદ જ મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલોપેમેન્ટ દ્વારા ગુજરાત સરકારને ૭૦૬૬ સ્કવે.મી.ની સોનાની લગડી જેવી જગ્યા ફાળવાઈ હતી. ભારત લાલ, જેઓ દિલ્હીમાં ગુજરાતના તત્કાલીન રેસિડેન્ટ કમિશનર હતા અને હાલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના OSD તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમણે ગુજરાત ભવન માટે જમીન મેળવવા UPA સરકાદ દરમિયાન અનેકવાર કેન્દ્ર સરકાર પાસે કેસની પેરવી કરી હતી જોકે ત્યારબાદ ૨૦૧૪માં  નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા આ જમીન ગુજરાત સરકારને મળી હતી.

જે બાદ ગુજરાત સદનના કંસ્ટ્રકશનનું કામ નેશનલ બિલ્ડિંગ કંસ્ટ્રકશન કોર્પોરેશન(India) લિ.ને સોંપવામાં આવ્યું હતું. ગુજરાત સદનમાં ૬૯ રુમ્સ,એક મીટિંગ રૂમ અને એક લોંજ છે. હાલ નવી દિલ્હીનમાં ગુજરાતના રેસિડેન્શિયલ કમિશનર આરતિ કંવરે કહ્યું કે, શ્નબિલ્ડિંગનું કંસ્ટ્રકશન, ફર્નિચર અને બીજા તમામ કામ લગભગ પૂરા થઈ ગયા છે. અમને આશા છે કે બિલ્ડિંગને ટૂંક સમયમાં જ ગ્શ્ પણ મળી જશે. જે બાદ બે મહિનાની અંદર આ અતિથિ ગૃહ ઉદ્દ્યાટન માટે સૂંપર્ણ રીતે તૈયાર હશે.

તેમણે વધુમાં કહ્યું કે, નવું ગુજરાત ભવન કાર્યરત થઈ જશે તે બાદ પણ જૂનું ગુજરાત ભવન સેવામં ચાલુ જ રહેશે. નવા ગુજરાત સદનનું ઉદ્દ્યાટન વડાપ્રધાન મોદી અને મુખ્યંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવી શકે છે.

(3:45 pm IST)