મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કેન્દ્રની નવી સરકાર માટે ફાઈનાન્શિયલ ઇન્કલુઝન નો ટોપ એજન્ડા

જન ધન યોજનાની પહેલ હેઠળ ૩૫ કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલાવામાં આવ્યા છે અને રૂ. ૯૮,૦૦૦ કરોડ સેવિંગ બેલેન્સ ઉભું થયું છે

નવી દિલ્હી, તા.૧૧:  ૨૦૧૪ થી મોદી શાસને નાણાકીય સમાવેશ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ઘણી પહેલ કરી છે જેમકે જન ધન યોજના, સીધી બેંક એકાઉન્ટ માં જમા થતી સબસીડી માટે ડાઈરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT), સસ્તી માઈક્રો ઇન્સ્યોરન્સ સ્કીમ્સ જેમકે અટલ પેન્શન યોજના, જીવન જયોતિ વીમા નિગમ અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારે નવોદિત આદેશ મેળવ્યા પછી દેશમાં હવે નાણાકીય અને ડિજિટલ સમાવેશને પ્રાપ્ત કરવા માટે સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં રજૂ થયેલા ભાજપના મેનીફેસ્ટોમાંના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં દરેક વ્યકિત માટે બેન્કિંગ અને દરેક વ્યકિતની ૫ કિલોમીટરની અંદર બેન્કિંગ સેવાઓનો સમાવેશ શામેલ છે. ડિજિટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત છે અને સરકારી સેવાઓની ડિજિટલ ડિલિવરીને પણ સક્ષમ કરે છે.

પાછલા કેટલાક વર્ષોમાં ભારતે નાણાકીય સેવાઓમાં સૌથી વધુ સુધારો જોયો છે. વર્ષ ૨૦૧૭ માં ચીન સાથે ટોપ પોઝીશન સુધી પહોંચવા માટે ૨૦૧૪ માં ભારતે દસ સૌથી મોટા ઉભરતાં બજારોમાં સાતમા સ્થાને આવી તેની રેન્કિંગમાં સુધારો કર્યો છે. મોદી સરકાર ભારતીય ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે ત્રણ સૌથી મહત્વની જરૂરીયાતો માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમકે નાણાં બચાવવા માટેની આદતને વિકસાવવા, ફોર્મલ ક્રેડીટ એવન્યુ પુરા પાડવા અને પબ્લિક સબસીડી તેમજ વેલ્ફેર પ્રોગ્રામ માં રહેલી તકલીફો દુર કરવા  માટે એક પ્લેટફોર્મ. ડીમોનીટાઈઝેશન અને ડાઈરેકટ બેંક ટ્રાન્સફર (DBT) એ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે પ્રગતિ માં મુખ્ય પરિબળો છે. વડા પ્રધાન જન ધન યોજનાની પહેલ હેઠળ ૩૫ કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલાવામાં આવ્યા છે અને રૂ. ૯૮,૦૦૦ કરોડ સેવિંગ બેલેન્સ ઉભું થયું છે.વાકરંગી એક એવી કંપની છે જે ભારતમાં નાણાકીય અને ડિજિટલ ઇન્કલુઝન સ્પેસમાં અગ્રણી રહી છે. તે એક અનન્ય ટેકનીક આધારિત કંપની છે જે રીઅલ-ટાઇમ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ, એટીએમ, વીમા, ઇ-ગવર્નન્સ, ઇ-કમર્સ અને દુર ગામડાઓ, સેમી-અર્બન અને અર્બન એરિયાઓ માટે લોજિસ્ટિકસ સેવાઓ આપવા માટે ભારતના લાસ્ટ-માઇલ રિટેલ આઉટલેટ્સના સૌથી મોટા નેટવર્કનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આસિસ્ટેડ ડિજિટલ કન્વિનીયન્સીસ સ્ટોર્સને વાકરંગી કેન્દ્ર કહેવામાં આવે છે જે વિવિધ સેવાઓ અને ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરે છે.

વાકરંગી પાસે હાલમાં ૩,૫૦૪ નેકસ્ટજેન વાકરંગી કેન્દ્ર નો ફેલાવો ૧૯ રાજયો, ૩૬૬ જિલ્લાઓ અને ૨,૧૮૬ પોસ્ટલ કોડ્સ સુધીનો છે. ૬૮% થી વધુ આઉટલેટ્સ ટાયર ૫ અને ટાયર ૬ શહેરોમાં છે. વાકરંગી કેન્દ્રો દરેક ભારતીયને નાણાકીય સમાવેશ, સામાજિક સમાવિષ્ટ, ડિજિટલ ઇન્ડિયા, કૌશલ્ય વિકાસ, રોજગાર, સરકારી કાર્યક્રમો, મૂળભૂત માલસામાન અને સેવાઓનો વ્યાપક વપરાશનો લાભ આપે છે. વાકરંગીની યોજનાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં દેશના દરેક પોસ્ટલ કોડને આવરી લેતા ઓછામાં ઓછા ૭૫,૦૦૦ પોસ્ટલ કોડ સુધી પહોંચવાનો છે.

(3:45 pm IST)