News of Tuesday, 11th June 2019
તમે પણ સાજા નરવા રહેશો તેવા વ્હેમમાં રહેતા નહિં : અમેરિકાને ઈરાનની ધમકી!
વિયેના : ઇરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ધમકી આપી હતી કે રખે માનતા કે અમારા પર પ્રતિબંધ લાદતાં તમે સલામત રહેશો. જર્મનીના એક ટોચના રાજદ્વારીએ તંગદિલી ઘટાડવા તહેરાનની લીધેલી મુલાકાત અને ઇરાન પર વધુ આર્થિક પ્રતિબંધ લાગતાં તહેરાને સખ્ત ભાષામાં અમેરિકાને ધમકી આપી હતી.
અત્યંત ગુસ્સે દેખાતા મોહમ્મદ જાવેદ ઝરીફે પર્શિયન ગલ્ફની તંગદિલી અંગે અનેક ધમકીઓ આપી હતી.એક વર્ષ પહેલા અમેરિકા એ ૨૦૧૫ની પરમાણું કરારમાંથી પીછેહટ કરતાં આ કટોકટી ઊભી થઇ હતી.
વર્ષ ૨૦૧૫ના આંતરરાષ્ટ્રીય કરારના તમામ પાસાઓ પર અમલ કરવાનું ઇરાન બંધ કરી દેશે, એવી તહેરાને આપેલી ધમકીના પગલે સંયુકત રાષ્ટ્રસંધની પરમાણું પર નજર રાખતી સંસ્થાએ ઇરાનના પરમાણું પ્રોગ્રોમ અંગે ચિંતા વ્યકત કરી હતી.
(3:42 pm IST)