મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

BoB એ મુંબઇ ઝોનની તમામ રિજનલ ઓફિસો બંધ કરી

મુંબઇ તા. ૧૧: સંગઠનમાં ઓચિંતી જ પુનર્ગઠન કવાયત હાથ ધરીને બેન્ક ઓફ બરોડા BoB એ તેના મુંબઇ ઝોન હેઠળની તમામ રિજનલ ઓફિસો બંધ કરી દીધી છે. અને વર્ટિકલ સ્ટ્રકચર્સનું સર્જન કર્યું છે.

દેના બેન્ક અને વિજયા બેન્ક સાથે મેગા મર્જન બાદ BoB એ બિઝનેસ જનરેશન અને આઉટબાઉન્ડ સેલ્સ માટે એકસ્કલુઝિવ ટીમો રચવાનો નિર્ણય લીધો છે જયારે એડમિનિસ્ટ્રેશન સર્વિસ અને સપોર્ટ ફંકશન માટે અલગ ટીમોને જવાબદારી સોંપવાનું નકકી કર્યું છે. આ નવા ફેરફારો માત્ર મુંબઇ ઝોન હેઠળના બિઝનેસો માટે છે. જે તે બ્રાન્ચ તેના ભૌગોલિક સ્થળ અને બિઝનેસ પ્રમાણે કલસ્ટરની હેઠળ આવશે.

BoB ૧૩ ઝોન હેઠળ ૭પ રિજનલ ઓફિસ ધરાવે છે, જેમાંથી મુંબઇ ઝોન હેઠળ ચાર રિજનલ ઓફિસ આવે છે.  BoB એ એક નોટમાં જણાવ્યું હતું કે, ''બિઝનેસ ડેવલપમેન્૭ને વેગ આપવા માટે આ નિર્ણય લીધો છે.''

તમામ કલસ્ટર્સનું વડપણ કલસ્ટર હેડ કરશે, જેની રેન્ક આસિસ્ટન્ટ જનરલ મેનેજરની હશે અને તેના ટેકામાં રિલેશનશિપ મેનેજર્સની ટીમ હશે. આ સિસ્ટમ ખાનગી સેકટરની બેન્કોમાં જોવા મળે છે. કલસ્ટર્સ હેડ્સની જવાબદારી માત્ર બિઝનેસ જનરેશનની હશે જયારે ઓપરેશનલ ઇશ્યૂ, ઓડિટ, કન્ટ્રોલ, કમ્પ્લાયન્સ અને હ્યુમન રિસોર્સ જેવા તમામ નોન-બિઝનેસ ફંકશનની જવાદારી ઝોનલ ઓફિસોના જે-તે વિભાગો દ્વારા નિભાવવામાં આવશે એમ બેન્કે જણાવ્યું હતું.

''શુક્રવારે ટોપ મેનેજમેન્ટ મુંબઇમાં ચાર રિજનલ ઓફિસો સાથે વિડિયો કોન્ફરન્સ કર્યા બાદ ઓચિંતી જ મુંબઇની તમામ રિજનલ ઓફિસો બંધ કરી દેવામાં આવી હતી.'' એમ BoB  ના અધિકારીએ જણાવ્યું હતું.

(3:35 pm IST)