મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

હોર્ન વગાડયા વિના આ ભાઇએ કરી ૧પ,૦૦૦ કિલોમીટરની સફર

બેંગ્લોર તા. ૧૧: તમે ગાડી ચલાવતા હો અને કોઇ કહે કે તમારે હોર્ન વગાડયા વિના જ ડ્રાઇવિંગ કરવાનું છે તો ફાવે? બેંગલોરમાં રહેતા ભારતી એથિનારાયણન નામના ભાઇએ 'નો હોર્ન ઓકે પ્લીઝ'નું અભિયાન શરૂ કર્યું છે. ર૦૧૬માં તેણે આ કાર્ય શરૂ કર્યું હતું એને એ પછી તે કોઇપણ ટ્રાફિક અને ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે ટૂ-વ્હીલર વાહનો પર 'નો હોર્ન પ્લીઝ'નું સ્ટિકર લગાવીને લોકોને નોઇસ પોલ્યુશન ઓછું કરવા સમજાવતો. ત્યારથી અત્યાર સુધીમાં ભાઇ રામેશ્વરમ, કોઇમ્બતુર, કેરળ અને કોલાર જેવાં શહેરોમાં કાર લઇને જઇ આવ્યા છે અને આ તમામ મુસાફરીઓ હોર્ન વગાડયા વિનાની છે. કર્ણાટકમાં અલગ-અલગ સંસ્થાઓ અને પોલીસ દ્વારા ધ્વનિપ્રદૂષણ ઘટાડવા માટે નો હોર્ન પ્લીઝ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. જોકે ભારતી એથિનારાયપણનો દાવો છે કે દરેક વ્યકિતએ લોકોમાં જાગૃતિ લાવવાની સાથે જાતે પણ આ નિયમનું કડક પાલન કરવું જરૂરી છે. તેમના કહેવા મુજબ ત્રણ વર્ષમાં તેણે ૧પ,૦૦૦ કિલોમીટરથી વધુ ડ્રાઇવિંગ કર્યું છે. પણ તેણે એક વાર પણ હોર્ન નથી વગાડયો.

(3:34 pm IST)