મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

મોદી-વાળા વચ્ચે મુલાકાત

 ભાજપે કેન્દ્રમાં બીજીવાર સત્તા મેળવી છે. ત્યારે હાલ વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇની હાલના કર્ણાટકના રાજયપાલ તથા ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. બંને મહાનુભાવોએ વર્ષો સુધી સાથે કામ કર્યું છે. વજુભાઇએ નરેન્દ્રભાઇ માટે રાજકોટ-૨ની ધારાસભા બેઠક પણ ખાલી કરી આપેલ. વજુભાઇએ ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે પણ મુલાકાત કરેલ.

(3:30 pm IST)