મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

‘અકિલા'ની સરપ્રાઈઝ રેપીડ ફાયર ઈવેન્‍ટમાં જબરી જમાવટ થઈઃ સાંઈરામ અને નેહલ ગઢવીએ સુપરફાસ્‍ટ જવાબો આપ્‍યા

રાજકોટ : અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ ‘ગુજરાત્રી' પ્રસ્‍તુત સિઝન-૨ કાર્યક્રમમાં પૂ.ભાઈજી, સાંઈરામ અને નેહલ ગઢવી છવાઈ ગયા હતા. આ કાર્યક્રમમાં એક સરપ્રાઈઝ રેપીડ ફાયર ઈવેન્‍ટ યોજાઈ હતી. આ સરપ્રાઈઝ ઈવેન્‍ટ મામલે સાંઈરામ અને નેહલ ગઢવીને પણ ખબર ન હતી. તેઓને કેટલાક સવાલો કરવામાં આવ્‍યા હતા. જેમાં એક શબ્‍દની સામે તુરત એક શબ્‍દમાં જવાબ આપવાના હતા. જે અહિં પ્રસ્‍તુત છે.

પ્રશ્ન    :   તમને પુર્નજન્‍મમાં સાંઈરામ સિવાય કર્યુ જીવન ગમે ?

સાંઈરામ   :    જો પુર્નજન્‍મ મળે તો રાધાનું જીવન જીવવું છે.

પ્રશ્ન    :   એકતરફી પ્રેમ હોય

સાંઈરામ   :    હા, માતાના ગર્ભમાં રહેલા બાળકને પોતે જોયું પણ હોતુ નથી આમ છતા તે તેને પ્રેમ કરે છે

પ્રશ્ન    :   એક ખૂન માફ હોય તો કોનું ખૂન કરો, શા માટે?

સાંઈરામ   :    સમાજને ખોટી રાહ બતાવનાર અને કોમવાદને ભડકાવનારને હું જાહેરમાં ૧૮ ગોળી મારૂ.

પ્રશ્ન :       તમારા જીવનની એક ઘટનાનો પ્રસંગ.

આ પ્રશ્નના જવાબમાં નેહલબેને જણાવેલ કે અંકુર નામની સંસ્‍થામાં મંદબુદ્ધિના બાળકોને ભણાવું છું. એક દિવસ એક બહેન તેમના દિકરીને સંસ્‍થામાં લઈ આવેલ. દિકરી મંદબુદ્ધિની હોય તેમના પરિવારજનોએ તેમને ઘરમાંથી કાઢી મૂકેલ. નેહલબેને દિકરીને પોતાની સંસ્‍થામાં રાખી. તેમના માતાને કામ અપાવ્‍યુ પણ થોડા સમય થયા બાદ આ દિકરીના માતાનું કેન્‍સરના લીધે મોત નિપજ્‍યુ. હવે આ દિકરીની જવાબદારી નેહલબેન ઉપર આવી પડી. નેહલબેને આ દિકરીને હિંમતનગરમાં એક સંસ્‍થામાં રખાવી. થોડા સમય બાદ આ દિકરીનું પણ મૃત્‍યુ થયુ. આમ તેઓએ જણાવેલ કે આ સમય મારા જીવનમાં કયારેય ભૂલી ન શકુ એ સમય હતો.(૩૭.૫)

સાંઈરામ

(૧) પ્રેમ - ધ્‍યાન

(૨) સત્‍ય - શ્વાસ

(૩) મા - દરિયો

(૪) ઘર - દુનિયાનું શ્રેષ્‍ઠ સ્‍થળ

(૫) વેકેશન - કામનું સ્‍ટીંગ ઓપરેશન

(૬) હાસ્‍ય - જીવન

(૭) કવિતા - મારા માટે રોવા જેવું

નેહલ ગઢવી

(૧) અસત્‍ય - કેટલા બધા લોકો

(૨) ફિલ્‍મ - જીવન

(૩) મા - દરિયો

(૪) ઘર - દુનિયાનું શ્રેષ્‍ઠ સ્‍થળ

(૫) વેકેશન - કામનું સ્‍ટીંગ ઓપરેશન

(૬) હાસ્‍ય - જીવન

(૭) કવિતા - મારા માટે રોવા જેવું

(2:26 pm IST)