મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

બજેટમાં હશે ભાજપના ચૂંટણી ઢંઢેરાની ઝલક

જલજીવન મિશન, મત્સ્ય સંપદા યોજના, રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ, રાષ્ટ્રીય વેરહાઉસીંગ ગ્રીડનો હશે ઉલ્લેખ : નવી યોજનાઓ માટે નાણાની પણ ફાળવણી કરાશેઃ ૫ જુલાઇ તરફ મીટ

નવી દિલ્હી, તા.૧૧: સત્ત્।ારૂઢ બીજેપીએ લોકસભા ચૂંટણી દરમ્યાન તેમના દ્યોષણાપત્રમાં તમામ વાયદાની સાથે દરેક પરિવારીને નળમાંથી પાણી આપવા માટેઙ્ગ 'જળ જીવન મિશન', માછીમારોને ભંડારણ તેમજ માર્કેટિંગ માળખું પૂરું પાડવા માટે મત્સ્ય સંપદા યોજના, રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ

અને ખેડૂતો માટે રાષ્ટ્રીય વેયરહાઉસિંગ ગ્રીડ બનાવાનો વાયદો કર્યો હતો. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે ૫ જુલાઈએ પૂર્ણ બજેટ રજૂ કરશે તો આ યોજનાઓ સામેલ કરવામાં આવી શકે છે.

ઙ્ગ આ પ્રસ્તાવિત યોજનાઓ માટે બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવી શકે છે અને તેની ઔપચારિક શુરુઆત કરવાનું એલાન થઇ શકે છે. જોકે ૨૦૧૯-૨૦માં ખજાના પર દબાણ છે. એવામાં આ યોજનાઓ માટે કામ શરૂ કરવા પર રકમ ફાળવણી કરવામાં આવી શકે છે. અને બાદના બજેટમાં ફાળવણીમાં વધારો કરાશે. નાણામંત્રાલયે બજેટ પૂર્વ પરામર્શ બેઠકોમાં કેન્દ્ર સરકારના દરેક વિભાગોને બોલાવામાં આવ્યા નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમે ફકત તેજ વિભાગોની સાથે બેઠક કરીશું. જે બીજેપીના ઘોષણાપત્રના વાયદાને સીધી રીતે લાગુ કરવામાં સામેલ હશે.

૨૦૧૯-૨૦માં અંતરિમ બજેટનો આકાર ૨૭.૮૪ લાખ કરોડ રૂપિયાનો હતો. અધિકારીઓને આશા છે કે પૂર્ણ બજેટમાં તેનો આકાર થોડો વધી શકે છે. અધિકારીએ કહ્યું અમે હાલની વ્યય પ્રતિબદ્ઘતાની સાથે નવી યોજનાઓએ સામેલ કરવામા લાગ્યા છે. આ મુદ્દા પર આર્થિક મામલના વિભાગ અને વ્યય વિભગના અધિકારીઓની સાથે બેઠકમાં ચર્ચા થવાની આશા છે.

(1:58 pm IST)