મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

માત્ર લાડુ વેચીને તિરૂપતિ મંદિરે એક મહિનામાં કમાવ્યા ૧.૧૧ કરોડ રૂપિયા

દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે ૨૦૧૮દ્ગક સરખામણીમાં મે ૨૦૧૯ની તિરુપતિ મંદિરની કમાણીમાં ૩.૧ ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૧૮માં તિરુપતિ મંદિરની હુંડીમાં ૮૬.૩૫ કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે ૨૦૧૯ની ૮૯.૨ કરોડ રૂપિયા જમા થયા છે

હૈદરાબાદ, તા.૧૧: દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે ૨૦૧૮ની સરખામણીમાં મે ૨૦૧૯માં તિરુપતિ મંદિરની કમાણીમાં ૩.૧ ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૧૮માં  તિરુપતિ મંદિરની હુંડીમાં ૮૬.૩૫ કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે ૨૦૧૯માં ૮૯.૨ કરોડ રૂપિયા જમા થયા છે.

આમ તો તિરુપતિ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભકતોની ભીડ જામેલી હોય છે, પરંતુ મે મહિનામાં અહીં સૌથી વધુ ભીડ ઉમટતી હોય છે. આ મહિનામાં અહીં બાકી મહિનાની સરખામણીમાં વધુ શ્રદ્ઘાળુઓ આવે છે. મે ૨૦૧૮માં અહીં ભગવાન વેંકટેશના દર્શન માટે ૨૪,૮૧,૪૨૯ શ્રદ્ઘાળુ દર્શન માટે આવે છે. તો મે ૨૦૧૯માં અહીં પર ૨૫,૮૯,૨૨૮ શ્રદ્ઘાળુઓ આવ્યા હતા. ભકતોની સંખ્યામાં અહી અંદાજે ૪.૩ ટકા વધારો જોવા મળ્યા હતા.

તિરુપતિ આવનારા શ્રદ્ઘાળુઓ માટે તિરુપતિના લાડુનો પ્રસાદનો સૌથી વધુ ક્રેઝ રહે છે. ગત મે મહિનાની સરખામણીમાં આ વર્ષના મે મહિનામાં લાડુઓના વેચાણમાં ૯.૫ ટકા વધારો જોવા મળ્યો છે. મે ૨૦૧૮માં ૧,૦૧,૯૮,૩૫૦ લાડુ શ્રદ્ઘાળુઓએ ખરીદ્યા હતા. તો મે ૨૦૧૯માં ૧,૧૧,૬૩,૬૬૫ લાડુ ખરીદાયા હતા. જયારે કે, ગત મે મહિનાની સરખામણીમાં ૯,૬૫,૩૧૩ લાડુ વધુ ખરીદાયા છે.

અહીં આવનારા શ્રદ્ઘુળાઓની આવાસ વ્યવસ્થામાં મંદિર બોર્ડને ગત વર્ષના મે મહિનાની સરખામણીમાં વધુ કમાણી થઈ છે. મે ૨૦૧૮માં આવાસ વ્યવસ્થાથી ૬.૯૨ કરોડ મળ્યા હતા. તો મે ૨૦૧૯માં તે વધીને ૭.૨૪ કરોડ થયું હતું.

વાળથી થતી આવક ઘટી

મંદિર બોર્ડમાં દરેક તરફથી આવક વધી રહી છે, તો વાળથી થનારી કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. મે ૨૦૧૮માં જયાં ૧૩,૪૧,૨૨૬ લોકોએ પોતાના વાળના દાન કર્યા હતા. તો મે ૨૦૧૯માં ૧૨,૬૬,૪૩૨ લોકોએ પોતાના વાળનુ દાન કર્યું હતું.

(1:57 pm IST)