મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કોંકણ-મુંબઇમાં ૧૪ જૂન સુધીમાં ચોમાસુ બેસી જશેઃ ખેડૂતો ધીરજ રાખે

મહારાષ્‍ટ્રના અનેક ભાગોમાં તુરત ચોમાસુ સક્રિય ન પણ થાય

મુંબઇ તા. ૧૧ :.. જાણીતા વેધર એનાલીસ્‍ટ અક્ષય દેવરસે ગઇ રાત્રે ટવીટ કરી જણાવ્‍યું છે કે ૧૪ જૂન સુધીમાં કોંકણ અને મુંબઇમાં ચોમાસુ બેસી જવાની ધારણા છે. (મુંબઇમાં ગઇ રાત્રે ધોધમાર વરસાદ પડયો છે) પરંતુ મહારાષ્‍ટ્રના અન્‍ય ભાગોમાં એટલી ઝડપથી ચોમાસુ કાર્યરત બને તેવી ધારણા પણ નથી તેમ પણ જણાવ્‍યું છે.

તેથી વાવણી માટે ઉતાવળ ન કરે તેમ ટવીટ કરી જણાવાયું છે.

મહારાષ્‍ટ્રના વિદર્ભ, મરાઠાવાડ અને મોટા ભાગના મધ્‍ય મહારાષ્‍ટ્રના ખેડૂતોને જણાવ્‍યું છે.

(11:43 am IST)