મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

‘વાયુ' વાવાઝોડુ વેરાવળથી દક્ષિણે ૭૪૦ કિ.મી. દૂર

ગઇ રાત્રે ૧ર વાગ્‍યા આસપાસ વાવાઝોડુ ૧૧ કિ.મી.ની ઝડપે આગળ વધતુ હતુ

રાજકોટ તા. ૧૧ : ગઇ રાત્રે ૧ર વાગ્‍યા આસપાસ આ વાવાઝોડું ‘વાયુ' ૧૧ કિ. મી. ઝડપે આગળ વધતું હતું. અને વેરાવળથી દક્ષિણ ૭૪૦ કી. મી. દૂર હતું.

વેરાવળ - દીવ પંથકમાં આ વાવાઝોડું ૧૩ જૂનની સવારે પ્રચંડ વાવાઝોડા (સીવીયર સાયકલોનીક સ્‍ટોર્મ) રૂપે પોરબંદર-મહુવા  વચ્‍ચેથી ૧૧૦ થી ૧ર૦ કી.મી.ની ઝડપે પસાર થવાની પૂરી સંભાવના છે. આ સમયે ૧૩પ કી. મી. ઝડપ સુધી તોફાની પવનો ફુંકાઇ શકે છે.

જાણીતા હવામાન શાષાી અક્ષય દેવરસ ટવીટર ઉપર લખે છે કે મહારાષ્‍ટ્ર-ગોવા- કર્ણાટક ને આ વાવાઝોડું સીધી કોઇ અસર કરશે નહી તેવી સંભાવના છે.

જયારે ગુજરાતના કાંઠાના વિસ્‍તારોમાં ૧ર અને ૧૩ જૂન આવતીકાલે બુધ અને ગુરૂવારે ખાસ ધ્‍યાન રાખવાની જરૂર છે.

દરમિયાન ગઇ રાત સુધીના અહેવાલો મુજબ મોટાભાગના કેરળ અને આસપસાન વિસ્‍તારોમાં ર૪ કલાકથી ભારે વરસાદ ત્રાટકી રહ્યો છે. પીરાવોમ ખાતે ૬ ઇંચ પડી ગયો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું નૈઋત્‍યના ચોમાસાને ધકકો મારી આગળ ધપાવે તેવા નિર્દેશ મળે છે.

 

(11:31 am IST)