મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સુરક્ષાદળોએ ઠાર માર્યા ૨ આતંકી, દારૂ-ગોળાનો જથ્થો ઝડપાયો

શોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી

નવી દિલ્હી, તા.૧૧: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ મંગળવારે સવારે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. શોપિયાંના અવનીરા વિસ્તારમાં વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. એન્કાઉન્ટર પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

એવું કહેવાય છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યાર પછી આ સુરક્ષા દળોએ તેમની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ દરમિયાન, આતંકવાદીઓ તરફથી કરવામાં ગોળીબારનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં બે આતંકવાદીઓનાં મોત થયા હતા. અત્યારે સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

(10:37 am IST)