મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેકઃ 'લવ યુ પાકિસ્તાન' લખ્યું

હેકર્સે લગાવ્યો પાક. પીએમ ઇમરાનનો ફોટો

નવીદિલ્હી, તા.૧૧: બોલિવૂડના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હોકર્સે અમિતાભનું પ્રોફાઈલ પિકચર હટાવી દઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો લગાવી દીધો છે.ઙ્ગ

તેની સાથે જ તેના ટ્વીટર હેન્ડલ પર બે પોસ્ટ પણ કરી દેવામાં આવી હતી. જેમાં એકમાં તો પાકિસ્તાનનો ધ્વજ લગાવી દીધો છે.ઙ્ગ

આજે રાત્રે લગભગ ૧૧.૩૦ કલાકે અમિતાભ બચ્ચભનનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવાના સમાચાર આવ્યા હતા. હેકર અત્યાર સુધી ત્રણ પોસ્ટ કરી ચૂકયા છે. અમિતાભનો ફોટો દૂર કરીને ઈમરાન ખાનના ફોટા સાથે 'લવ યુ પાકિસ્તાન' લખી દીધું  છે.'

એવું કહેવાય છે કે, ટ્વીટર એકાઉન્ટ તુર્કીમાંથી કોઈ એક ગ્રુપે હેક કર્યું છે, જે પાકિસ્તાનને સમર્થન કરે છે. મુંબઈ પોલીસે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'અમે સાયબર યુનિટ અને મહારાષ્ટ્રના સાયબર સેલને બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ હેક થયા અંગેની જાણ કરી છે. તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.'

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ચકચાર મચી છે. જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે. બચ્ચનના ફોટોની જગ્યાએ પાક. વડાપ્રધાન ઈમરાનખાનનો ફોટો લગાડીને ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું છે. ભારતમાં રમજાનના પવિત્ર મહિનામાં રોઝા રાખી રહેલાં મુસ્લિમો પર નિર્દયી હુમલાઓ થાય છે એવી મનઘડંત ઉશ્કેરણી ટ્વિટમાં કરવાનો નિંદનીય પ્રયાસ થયો છે. આ ઘટના વિશે બચ્ચનની સત્ત્।ાવાર પ્રતિક્રિયા હજુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહિદ કપૂર સહિત કેટલીક ફિલ્મી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયેલા છે.

(10:35 am IST)