મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કાળઝાળ ગરમીને કારણે

એસી ફીઝ-ઠંડા પીણા-આઇસક્રીમનું વેંચાણ આસમાને

આ ઉનાળો અનેક લોકોને ફળ્યોઃ ૩ વર્ષનું સૌથી વધુ વેંચાણ

નવીદિલ્હી, તા.૧૧: આ વખતે લાંબમ શિયાળા પછી ઉનાળાએ જોરદાર જમાવટ કરે છે. તેથી એસી, ફ્રીજ અને ઠંડા પીણાં બનાવતી કંપનીઓનાં કારખાનાં ડબલ શિલ્ટમાં ધમધમી રહ્યાં છે. તેમના માટે આ વખતનો ઉનાળો છેલ્લા ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. સમગ્ર દેશમાં સખત ગરમી પડી રહી છે. અને ચોમાસુ વિલંબિત હોવાથી ફૂલિંગ એપ્લાયન્સ અને બેવરેજિસની માંગ વધી છે.

ઉદ્યોગજગતના અંદાજ પ્રમાણે, ગયા વર્ષના માર્ચ અને મે મહિનાની સરખામણીએ ચાલુ વર્ષના બંને મહિનામાં એસી અને ફ્રીજનુે વેચાણ ૧૫-૧૮ ટકા વધ્યું છે. જયારે કોલા બનાવતી કંપનીઓના વેચાણમાં ૧૦-૧૫ ટકા વધારો થયો હોવાથી પિક સીઝનમાં ઉત્પાદન વધારવાની ફરજ પડી છે. આઇસક્રીમ અને કોલ્ડ બેવરેજિસનું વેચાણ પણ ૨૦-૨૨ ટકા વધ્યું હોવાનું આ કંપનીઓના એકિઝકયુટિવ્સે જણાવ્યું હતું.

 'આ વખતના ઉનાળામાં ભાવ સ્થિત રહ્યા છે કારણ કે, કોમોડિટી અને કાચા માલના ભાવમાં સ્થિરતાને કારણે વપરાશમાં વધારો થયો છે.'' એમ અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના MDઆર એસ સોઢીએ કહ્યું હતું. ઉનાળામાં અમૂલનું વેચાણ ૨૫ ટકા વધ્યુ છે પરંતુ દૂધ અને સ્કીમ્ડ મિલ્ક પાઉડરના ભાવમાં વધારો થયો હોવાથી આઇસક્રીમ તથા બેવરેજિસ જેવી ડેરી પ્રોડકટ્સના ભાવમાં હવે વધારો થશે. એટલે કદાચ માંગ પર અસર પડી શકે છે એવી ચેતવણી સોઢીએ ઉચ્ચારી હતી. '' છેલ્લા બેે  ઉનાળામાં તો ભાવવધારો સીઝન દરમિયાન થયો હતો પરંતુ આ વખતે હવે ભાવ વધશે.'' એમ તેમણે ઉમેર્યુ હતું.

વ્હાઇટ-ગૂડઝ કંપનીઓની વાત કરીએ તો, નોટબંધી, જીસેટી, રૂપિયાના ઘસારાથી ભાવમાં વધારાની અસર અને પ્રમાણમાં ઓછી યરમી જેવાં કારણોસર છેલ્લા ત્રણ વર્ષમાં એસી અને ફ્રીજનું વેચાણ ખાસ ઉત્સાહજનક નહોતું રહ્યું પરંતુ આ વખતે એસી તથા ફ્રીજના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

માર્ચથી મે મહિના દરમિયાન એસીનું સેલ્સ વોલ્યુમ ૧૫-૧૮ ટકા વધ્યું હતું અને તેમાં ખાસ કરીને એપ્રિલ અને મેમાં વેચાણમાં ૧૮-૨૦ ટકા ઉછાળો થયો હતો. ફ્રીજનું વેચાણ ઉનાળામાં ૧૪-૧૫ ટકા વધ્યું હતું.

''ગરમી વધવાની સાથે સાથે વેચાણ વધ્યું છે અને ચૂંટણીને કારણે વેચાણ પર કોઇ અસર પડી નહોતી. ગયા વર્ષથી એસીના ભાવ સ્થિત રહ્યા છે જયારે ફ્રીજના ભાવ જીએસટીમાં ઘટાડાને કારણે ગયા ઉનાળા કરતાં ૪-૫ ટકા ઘટયા હોવાથી વેચાણને પ્રોત્સાહન મળ્યું હતું.'' એમ ગોદરેેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેકચરર્સ એસોસિયેશના પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું. દેશની સૌથી મોટી એસી ઉત્પાદક વોલ્ટાસના MDપ્રદીપ બક્ષીએ કહ્યુ હતું કે ફર્સ્ટ-ટાઇમ બાયર્સ તર.થી માંગ વધવાને કારણે તેમજ ગરમીનો પારો વધવાને કારણે વેચાણ ઊંચકાયું હતું. આ ઉનાળામાં વોલ્ટાસનું એસીનું વોલ્યુમ ૫૦ ટકા વધ્યું છે અને હજુ ગરમી ચાલી જ રહી છે.'' માર્ચ-જૂનના પિક મહિનાઓમાં જે વેચાણ થાય તે સોફટ ડ્રિન્ક, આઇસક્રીમ, કોલ્ડ બેવરેજિસ અને એસી જેવા કૂલિંગ એપ્લાયન્સિસના વાર્ષિક વેચાણના ૫૫ ટકાથી ૬૦ ટકા જેટલું હોય છે.

(10:35 am IST)