મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

મધ્યપ્રદેશના દેવાસના બાગલીમાં હિટ સ્ટ્રોકથી 15 વાંદરાના મોત :પાણીની પણ ભયંકર અછત

વાંદરાના એક ગ્રુપે બીજા ગ્રુપને પાણી પીવા ના દીધું :મૃતદેહો સડવા લાગ્યા :અન્ય વાંદરાઓને ઇન્ફેક્શનની ભીતિ

 

મધ્યપ્રદેશનાં દેવાસ શહેરમાં આવેલાં જોષી બાબા જંગલનાં બાગલી વિસ્તારમાં આશરે 15 જેટલાં વાંદરાનું ગરમીનાં કારણે હિટ સ્ટ્રોકથી મોત થયુ છે. હાલમાં ત્યાં પાણીની પણ અછત સર્જાઇ છે.

 સત્તાવાર મળતી માહિતી મુજબ વાંદરાઓનાં એક ગ્રુપે બીજા ગ્રુપનાં વાંદરાઓને પાણી પીવા દીધુ હતું. બંને ગ્રુપ વચ્ચે પાણી બાબતે ખુબજ અફરા તફરી મચી હતી. જેમાં 15 વાંદરાઓનાં મોત નિપજ્યા હોઈ શકે છે

  જંગલ ખાતાનાં અધિકારીઓએ સ્વિકાર્યુ છે કે, તમામ વાંદરાનાં મૃતદેહમાંથી કેટલાંક ડિકોમ્પોઝ થવા લાગ્યા છે. જેમનાં તાત્કાલિક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનાં કારણે અન્ય વાંદરાને ઇન્ફેક્શન થઇ શકે છે.

  ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર પીએન મિશ્રાના જણાવ્યા પ્રમાણે, વાંદરાનાં મૃતદેહ સડવા લાગ્યા છે. તેથી અમારે તમામ વિધિઓ કરવી પડશે. અમે કેટલાંકનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધા છે. તેમજ તેમણે ખાતરી આપી છે કે અહીં પ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જંગલી પ્રાણીઓ માટે ખાસ પાણી મુકવામાં આવશે. અને અન્ય મૃત વાંદરાનાં મૃતદેહને લેબોરેટરીમાં એક્ઝામિનેશન માટે મોકલવામાં આવ્યા છે

(9:34 am IST)