મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

વારાણસીમાં લોકોએ ઘરની બહાર લગાવ્યા પોસ્ટર : સરકાર અમને સુરક્ષા આપે ગ,ઘરમાં છોકરીઓ છે

લોકોએ સરકારને અપીલ કરી છે કે સરકાર તેમની દીકરીઓને સમ્માન આપે.

વારાણસી :અલીગઢ પછી ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયત આચરાયા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે  પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં લોકો આ ઘટનાથી ખુબ જ ગભરાયેલા છે. હવે કાશીમાં લોકો પોતાના ઘરની બહાર સરકાર પાસે પોતાની દીકરીઓની સુરક્ષા માટે માંગ કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવી રાખ્યું છે, જેમાં લખ્યું છે કે, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'.

    વારાણસીના લાકસ વિસ્તારમાં બોર્ડ લગાવનાર સ્થાનીય લોકોનું કહેવું છે કે જે રીતે ઉત્તરપ્રદેશમાં સતત દીકરીઓ સાથેની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારપછી તેઓ ઘણા ગભરાઈ ચુક્યા છે. જે ઘટના અલીગઢમાં થઇ તેવી ઘટના તેમની દીકરીઓ સાથે ના થાય એટલા માટે તેમને પોતાના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા છે કે

  રસ્તાથી પસાર થતા લોકો તેને જુઓ અને અમારા ઘરની દીકરીઓ પર ખરાબ નજર ના નાખે. તેઓ પોતાનાં ઘરની દીકરીઓ જેમ અમારા ઘરની દીકરીઓનું પણ સમ્માન કરે. લોકોએ સરકારને અપીલ કરી છે કે સરકાર તેમની દીકરીઓને સમ્માન આપે.

(12:00 am IST)