મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

ભાજપના બે મંત્રીઓ પણ સસ્પેન્ડ થયા હતા

રેલીમાં ભાગ લેવાની સજા અપાઈ

પઠાણકોટ, તા. ૧૦ : જમ્મુ કાશ્મીરના કઠુઆ ગેંગરેપ અને હત્યાકેસના મામલામાં આજે અપરાધીઓને સજા કરવામાં આવી હતી. આ મામલામાં પીડીપી અને ભાજપની તત્કાલિન સરકારને લઇને પણ વિવાદ થયો હતો. હિન્દુ એકતા સમર્થન મંચની રેલીમાં ભાગ લેવા બદલ ભાજપના બે મંત્રીઓ ચૌધરી લાલસિંહ અને ચંદ્રપ્રકાશને બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. મે ૨૦૧૮માં કોર્ટે આ મામલાને પઠાણકોટ ટ્રાન્સફર કર્યો હતો. સૌથી ઓછી વયમાં જજ બનનાર તેજિન્દરસિંહે મામલામાં સુનાવણી કરી હતી. તેમનું નામ લિમ્કા બુક રેકોર્ડમાં પણ નોંધવામાં આવી ચુક્યું છે. મામલામાં સાક્ષીઓને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

(9:28 am IST)