મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

કઠુઆ ગેંગરેપ-મર્ડર : ત્રણ દોષિતોને ઉંમરકેદની સજા

પુરાવા સાથે ચેડા કરનાર ત્રણ પોલીસને પણ જેલ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર બનાવમાં ૧૭ મહિનાના ગાળામાં જ ચુકાદો આવ્યો : એક પુરાવાના અભાવે નિર્દોષ

પઠાણકોટ,તા. ૧૦ : જમ્મુકાશ્મીરના કઠુઆ ગેંગ રેપ અને મર્ડર કેસમાં આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશને હચમચાવી મુકનાર આ ગેંગ  રેપ અને હત્યા કેસમાં પઠાણકોટ સેશન કોર્ટે ત્રણ દોષિત અપરાધીઓ દિપક ખજુરિયા, સાંઝી રામ અને પ્રવેશને ઉમરકેદની સજા ફટકારી હતી.  આ અપરાધીઓ પર કોર્ટે એક એક લાખ રૂપિયાનો દંડ પણ લાગુ કર્યો હતો. બીજી બાજુ પુરાવા સાથે ચેડા કરવા બદલ અન્ય ત્રણ અપરાધીઓ પોલીસ કર્મચારીઓને પાંચ વર્ષની જેલની સજા કરવામા ંઆવી હતી. આ પહેલા સવારમાં પઠાણકોટ કોર્ટે સાત આરોપીઓ પૈકી છ દોષિતોને અપરાધી ઠેરવી દીધા હતા. આમાં મામલાના મુખ્ય કાવતરાખોરોમાં સાંઝી રામ, પરવેશ કુમાર, બે પોલીસ અધિકારી દિપક ખજુરિયા અને સુરેન્દ્ર શર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આનંદ દત્તાસામેલ હતા. અગાઉ  સમગ્ર દેશને હચમચાવી મુકનાર આ કેસમાં આજે કોર્ટે સાત આરોપી પૈકીના છને દોષિત ઠેરવતા કોર્ટ રૂમાં સોપો પડી ગયો હતો.  એક આરોપી નિર્દો છુટી ગયો હતો. આ ચુકાદો પઠાણકોટમાં ખાસ અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો.  દોષિત જાહેર કરવામાં આવેલાઓમાં ગ્રામ પ્રધાન સાંઝીરામ સામેલ છે. તેને આ મામલામાં માસ્ટરમાઇન્ડ તરીકે ગણાવવામાં આવ્યો હતો. વણઝારા સમુદાયની આઠ વર્ષની બાળકની સાથે રેપ કરવામા ંઆવ્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સાંઝી રામનો પુત્ર વિશાલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સાંઝી રામ ઉપરાંત સ્પેશિયલ પોલીસ અધિકારી દિપક ખજુરિયા , સુરેન્દ્ર વર્મા, આનંદ દત્તાને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.  સમગ્ર દેશને હચમચાવી મુકનાર આ ઘટનામાં બંધ બારણે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજી જુનના દિવસે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી  હતી. એ વખતે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૧૦મી જુનના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર  છે. ૧૫ પાનામાં ચાર્જશીટ દાખલ કરવામા ંઆવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ગયા વર્ષે ૧૦મી જાન્યુઆરીના દિવસે અપહરણ કરવામા ંઆવેલી બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામમાં બાનમાં રાખવામા ંઆવી હતી. તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. તેને ચાર દિવસ સુધી બેભાન રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ૧૦મી જાન્યુઆરીના દિવસે તેના અપહરણના સાત દિવસ બાદ  તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કમકમાટીભર્યા બનાવના વિરોધમાં દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા.  મામલામાં દરરોજની સુનાવણી  પંજાબના પઠાણકોટમાં જિલ્લા -સત્ર કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. દેશને સ્તબ્ધ કરી દેનારી આ ઘટનામાં ગયા વર્ષે જુનના પ્રથમ સપ્તાહમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મામલાને જમ્મુ કાશ્મીરની બહાર અગાઉ ખસેડી દેવાનો આદેશ કર્યો હતો.આજે ચુકાદાનો દિવસ હતો જેથી કોર્ટની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવામાં આવી હતી.

(9:28 am IST)