મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

પાકિસ્તાનમાં સગીર હિન્દૂ યુવતી ઉપર બળાત્કાર : પરાણે દારૂ પીવડાવી બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો : પોલીસ તપાસ ચાલુ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના તાંડો મોહમદખાન જિલ્લામાં 7 જૂનના રોજ એક 13 વર્ષીય સગીર હિન્દૂ યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.સ્થાનિક સમાચાર પત્રમાં દર્શાવાયેલી વિગત મુજબ આ યુવતી ઘર માટે વસ્તુઓ લેવા જતી હતી ત્યારે બે નરાધમોએ તેને આંતરી હતી તથા પરાણે દારૂ પીવડાવી તેના ઉપર બળાત્કાર ગુજારી નાસી છૂટ્યા હતા.

બજારમાં વસ્તુઓ લેવા ગયેલી પુત્રીને પાછી આવવામાં વાર લાગતા તેના પિતા તથા ભાઈ ગોતવા નીકળ્યા હતા.ત્યારે એક શુગર  મિલ નજીકના મેદાનમાં તે બેભાન અવસ્થામાં મળી આવી હતી.તેને હોસ્પિટલે લઇ જવાતા તેના ઉપર બળાત્કાર થયો હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે પોલીસ તપાસ ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)