મુખ્ય સમાચાર
News of Monday, 11th June 2018

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરાયા છે.હેવાલ મુજબ વાજપેયીને રૂટીન ચેકઅપ માટે AIIMSમાં દાખલ કરાયા છે. તેઓ AIIMSના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. 93 વર્ષના વાજપેયીને ડૉકટર્સની સલાહ પર AIIMSમાં લાવવામાં આવ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 93 વર્ષના વાજપેયી ડિમેંશિયા નામની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. 2009થી તેઓ વ્હીલચેર પર છે. ભાજપના સંસ્થાપકોમાં સામેલ વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ પહેલાં એવા બિન-કૉંગ્રેસી વડાપ્રધાન છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો.

વાજપેયી 1191, 1996, 1998, 1999 અને 2004મા લખનઉ લોકસભાના સભ્ય તરીકે પસંદ થયા હતા. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી પણ સમ્માનિત કરાઇ ચૂકયા છે. 25મી ડિસેમ્બર 1924ના રોજ જન્મેલ વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા 1942મા ભારતીય રાજકારણમાં પગ મૂકયો હતો.

(2:07 pm IST)