મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

બિહાર :ગંગા નદીમાં તણાઈ આવેલા મૃતદેહોને જેસીબીથી ખાડો ખોદીને એક સાથે દફનાવ્યા

યુપીના હમીદપુર જિલ્લામાં યમુના નદીમાં એક સાથે અનેક મૃતદેહોને ઉતારતા જોવા મળ્યા ગાજીપુરના ગહમરા વિસ્તારમાં પણ ગંગામાં અનેક મૃતદેહ તણાતા જોવાયા

બિહાર અને યૂપીમાં ગંગા કિનારે રહસ્યમય રીતે મોટી સંખ્યામાં લાશો સામે આવી રહી છે. બિહારના બક્સમાં મળેલા મૃતદેહોને એકસાથે દફનાવી દેવામાં આવ્યા છે. ચૌસા પ્રખંડના BDO અને અંચલાધિકારીની દેખરેખમાં મૃતદેહોને JCBથી ખાડો ખોદીને દફનાવી દેવામાં આવી છે. બક્સરમાં લાશોને દફનાવનાર વ્યક્તિએ જણાવ્યું કે, 40 લાશોને દફનાવી દેવામાં આવી છે અને એટલી જ લાશો હજું બહાર છે. આ લાશોને લઈને બિહારના અધિકારીઓએ કહ્યું હતુ કે, યૂપીથી તણાઈને આવી છે.

આનાથી પહેલા બક્સરના જિલ્લાધિકારી અમન સમીરે બધી લાશોનું પોસ્ટમોર્ટમ કરાવવા અને સેમ્પલ લઈને સન્માનપૂર્વક ડિસ્પોજ કરવાની વાત કહી હતી. જોકે, મહાદેવ ઘાટ પર બધી જ લાશોને પોસ્ટમોર્ટમ વગર જ ખાડામાં દફનાવવાની તસવીરો સામે આવી છે.

સોમવારે મોટી સંખ્યામાં મળેલા મૃતદેહો પછી બક્સર બીડીઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે, આ લાશો અમારા પ્રદેશની નથી. અમે લોકોએ ઘાટ પર ચોકીદારને નિયુક્ત કરેલા રાખ્યા છે, જેથી લાશોને સમુચિત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે.

બીજી તરફ યૂપીના હમીરપુર જિલ્લામાંથી પણ આવી જ દર્દનાક તસવીરો સામે આવી છે, જ્યાં યમુના નદીમાં એક સાથે અનેક મૃતદેહોને ઉતારતા જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અગ્નિદાહ કરવાની જગ્યાએ મૃતદેહોને યમુનામાં પ્રવાહિત કરી રહ્યાં છે. જ્યારે ઉત્તર પ્રદેશના ગાજીપુરના ગહમરા વિસ્તારમાં પણ ગંગામાં અનેક મૃતદેહ મળી આવ્યા છે.

(10:33 pm IST)