મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

ઉત્તરાખંડ માં વાદળ ફાટતાં ભારે તબાહી : ભયંકર નુક્સાન : પાલિકા અને ITI ની બિલ્ડીંગો ધરાશાઈ

શાંતા નદીમાં આવેલા પૂરને પગલે શાંતિ બજારમાં તબાહી : કાટમાળને કારણે 8 દુકાનો પણ ડૂબી : ભગીરીથી નદીનું જળસ્તર વધી ગયું

નવી દિલ્હી : દેવ પ્રયાગમાં મંગળવારે સાંજે વાદળ ફાટવાની ઘટનામાં જળ પ્રલય આવતાં કેટલાય ભવન જમીનદોસ્ત થઇ ગયા છે. નગરપાલિકાની બહુમાળી ઇમારત સાથે આઈટીઆઈ ભવન પણ ધરાશયી થયું છે. પાની સાથે આવેલા સાથે આવેલા કાટમાળને કારણે 8 દુકાનો પણ ડૂબી ગઈ છે. કોરોના કરફ્યુને કારણ એક પણ વ્યક્તિનું મોત થયું નથી. કાટમાળના કારણે ભગીરીથી નદીનું જળસ્તર વધી ગયું છે

 . ટીહરી એસએચઓના રિપોર્ટ અનુસાર અત્યારસુધીમાં 12થી 13 દુકાનો ધ્વસ્ત થઈ ગઈ છે. હાલમાં પોલીસે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી છે. વાદળ ફાટતાં શાંતા નદીમાં આવેલા પૂરને પગલે શાંતિ બજારમાં તબાહી ફેલાઈ છે.

આઈટીઆઈનું 3 માળની બિલ્ડીંગ ધરાશયી થઈ ગઈ છે. જ્યારે શાંતા નદીના તટ પર આવેલી 10થી વધારે દુકાનો આ પૂરમાં ધોવાઈ ગઈ છે. દેવ પ્રયાગ નગરથી બસ સ્ટેશન વચ્ચે આવેલો એક પુલ પણ ધોવાઈ જતાં લોકોને અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. કાટમાળમાં કોઈ દબાયું હોય તેવી સંભાવના હાલમાં નકારાઈ રહી છે. કરફ્યુને કારણે ભારે જાનમાલનું નુક્સાન ટળી ગયું છે.

મંગળવારે સાંજે દશરથ પહાડ પર વાદળ ફાટ્યું છે. જેને પગલે શાંતા નદીમાં પૂર આવ્યું છે. બસ સ્ટેશનથી શાંતા બજાર વચ્ચેછી સાંતા નદી ભાગીરથી મળે છે. પૂરના સાથે આવેલા કાટમાળે શાંતિ બજારમાં તબાહી મચાવી છે. કરોડો રૂપિયાના નુક્સાનની હાલમાં સંભાવના જોવાઈ રહી છે. પોલીસને આ ભયંકર પૂરને પગલે એક પણ વ્યક્તિનાં મોતના સમાચાર નથી મળ્યા.

(8:49 pm IST)