મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

દેશના ૧૪ મોટા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન : ગુજરાત આંધ્ર અને પશ્ચિમ બંગાળ માત્ર આ ત્રણ મોટા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન નથી, રાત્રિ કરફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં, ગુજરાત સરકાર આજે મોડેથી કોઈક નિર્ણય લ્યે તેવી સંભાવના

દેશના ચૌદ મોટા રાજ્યોએ તેમના તેમને ત્યાં સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું છે, હવે માત્ર ગુજરાત, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ જ મોટા રાજ્યો રહ્યા છે જ્યાં નાઈટ કફર્યું અને કેટલાક નિયંત્રણો લાગુ કરાયા છે, પરંતુ આ ત્રણ રાજ્યોમાં કોઈ જ લોકડાઉન લાદવામાં આવ્યું નથી. વડાપ્રધાનશ્રીએ વારંવાર કહ્યું છે કે લોકડાઉન છેલ્લા ઉપાય તરીકે લાદવામાં આવે. આજે તેલંગાણા રાજ્યએ પણ આવતીકાલથી અમલી બને તે રીતે દસ દિવસનું લોકડાઉન લાદી દીધું છે. જો કે લોકોની સુવિધા માટે સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ આપી છે: *ન્યૂઝફર્સ્ટ

(4:14 pm IST)