મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

ચીન માઉન્ટ એવરેસ્ટના શિખર પર દોરશે લક્ષમણરેખા :હવે તિબેટના ગાઈડની ટીમ સેપરેશન લાઈન દોરી લેશે

નેપાળ બાજુએથી આવતા પર્વતારોહકો થકી કોરોના વાઈરસને વધુ ફેલાતો રોકવા કાર્યવહી

નવી દિલ્હી :પર્વતની નેપાળ બાજુએથી આવતા પર્વતારોહકો મારફતે કોરોના વાઈરસને વધુ ફેલાતો રોકવા ચીન માઉન્ટ અવરેસ્ટના શિખર પર સેપરેશન લાઈન દોરશે, એમ ચીનના પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ચીનની બાજુએથી પર્વતારોહકો માઉન્ટ અવરેસ્ટના શિખર પર પહોંચવાનો પ્રયાસ કરે તે અગાઉ તિબેટના ગાઈડની ટીમ સેપરેશન લાઈન દોરી લેશે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, સેપરેશન લાઈન શેનાથી દોરવામાં આવશે એ સ્પષ્ટ્ર થઈ શકયું નહોતું.


ચીનની બાજુએથી પર્વતની ઉત્તર દિશામાંથી પર્વતારોહણ કરનારાઓ પર આ લાઈન ઓળંગવા બાબતે પ્રતિબધં લાદવામાં આવશે અને તેમને દક્ષિણ કે નેપાળની દિશાએથી પર્વતારોહણ કરનારા પર્વતારોહકોે તેમ જ કોઈપણ વસ્તુના સંપર્કમાં આવવા દેવામાં નહીં આવે.

નેપાળ સરકારે આ અહેવાલ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. કોરોના મહામારીને કારણે આ બંને દેશે ગયા વરસે માઉન્ટ અવરેસ્ટ પર પર્વતારોહણનું સત્ર રદ કયુ હતું. જોકે, નેપાળે આ વરસે પ્રવાસન ઉધોગને વેગ આપવા અને આવક વધારવા ૪૦૮ વિદેશીઓને માઉન્ટ અવરેસ્ટ પર પર્વતારોહણ કરવાની પરવાનગી આપી હતી. ચીને પણ આ વરસે ૨૧ પર્વતારોહકોને માઉન્ટ અવરેસ્ટ પર પર્વતારોહણ કરવાની પરવાનગી આપી હતી.

જોકે, એક શેરપાએ કહ્યું હતું કે શ્ર્વાસને લગતી કોઈપણ સમસ્યા ધરાવતા કે કોરોનાનો ચેપ ધરાવતી કોઈપણ વ્યકિત માટે માઉન્ટ અવરેસ્ટ સર કરવાનું અશકય હશે કેમ કે શ્ર્વસનતંત્રની સમસ્યા સાથે તે અવરેસ્ટના શિખર સુધી પહોંચી જ નહીં શકે.

(12:07 pm IST)