મુખ્ય સમાચાર
News of Tuesday, 11th May 2021

૨૪ કલાકમાં ૩૨૯૯૪૨ કેસઃ ૩૮૭૬ લોકોના મોત

કોરોના હાંફી રહ્યો છેઃ ૨૪ કલાકમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો

નવી દિલ્હી, તા. ૧૧ :. દેશમાં કોરોના સંક્રમણની રફતાર થોડી ઘટી છે. સાથોસાથ મોતની સંખ્યા પણ ઘટી રહી છે. આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૯૯૪૨ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૮૭૬ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૨૯૯૨૫૧૭ થઈ છે. કુલ મૃત્યુઆંક ૨૪૯૯૯૨નો થયો છે. અત્યાર સુધીમાં ૧૯૦૨૭૩૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.  આ સાથે દેશમાં રીકવરી રેટ ૮૨.૩૯ ટકાનો થયો છે. જ્યારે મૃત્યુનો દર ૧.૦૯ ટકા થયો છે.  જે લોકો ડીસ્ચાર્જ થયા છે તેમા ૩.૩૫ લાખ લોકો છે જે મોટાભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, કેરળ, તામીલનાડુ, આંધ્ર, રાજસ્થાન અને દિલ્હીના છે.  અત્યાર સુધીમાં ૧૭.૨૬ કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

(10:56 am IST)