મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

મહારાષ્ટ્રમાં બે દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો : 24 કલાકમાં 37,236 કેસ નોંધાયા : 549 લોકોના મોત

રાજ્યમાં 30 માર્ચ પછી રાજ્યમાં સૈાથી ઓછા કેસો: મુંબઇમાં 1794 કેસો નોંધાયા: 74 લોકોના કોરોનાથી મોત

મુંબઈ :.મહારાષ્ટ્રમાં બે દિવસથી કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં પ્રતિદિન 60 હજારથા વધુ કેસો નોંધાતા હતા પરતું હવે રાજ્યમાં કોરોના કેસોમાં ઘટોડો નોંધાયો છે .મહત્વની બાબત એ છે કે 30 માર્ચ પછી રાજ્યમાં સૈાથી ઓછા કેસો રાજ્યમાં જોવા મળ્યા છે જે રાહતના સમાચાર છે. જયારે મુંબઇમાં નવા કેસો 2 હજારથી ઓછા કોસો નોંધાયા છે. છેલ્લા 24 કલામાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નવા કેસો 37,236 નોંધાયા છે અને 549 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઘટી રહ્યા છે તે એક સારા સંકેત છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ સોમવારના દિવસે કોરોના વાયરસના 37236 કેસો નોધાયા છે. કોરોનાના નવા સંક્રમણના કુલ કેસો 51,38,973 થયા છે.જયારે મહારાષ્ટ્રમાં હજીપણ 5,90,818 એક્ટિવ કેસ છે. જયારે 549 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાથી મોતના આંકડા 76998 થયા છે .કોરોનાને માત આપીને સાજા થયેલાઓની સંખ્યા 44,69,425 છે અને એક દિવસમાં કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 61,607 છે. મુંબઇમાં 1794 કેસો નોંધાયા છે અને 74 લોકોના કોરોનાથી મોત થયાં છે.

(12:43 am IST)