મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

પાકિસ્તાનના ગ્વાદરમાં ફાઈવ સ્ટાર હોટલમાં આતંકી હુમલો: ત્રણથી ચાર બંદૂકધારીઓ ઘુસ્યા :એકનું મોત

હોટલ પર્લ કોન્ટિનેન્ટલ ગોળીબાર : ફ્રન્ટિયર કોર્પ્સે હોટલને કોર્ડન કરી લીધી: મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા

 

નવી દિલ્હી : પાકિસ્તાનના ગ્વાદરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદી હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યે અને પચાસ મિનિટે ગોળીબાદ શરૂ થયો છે. મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. હુમલામાં હોટલના મહેમાનોને બચાવા જતા સમયે થયેલા ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે.

ગ્વાદરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ પર્લ કોન્ટિનેન્ટલ ખાતે ગોળીબાર શરૂ થયો હતો. પોલીસે પાકિસ્તાની મીડિયાને આપેલા નિવેદન મુજબ હોટલમાં કોઈ પણ વિદેશી પ્રવાસી નથી. હાલમાં હોટલ ખાતે એન્ટિ ટેરરિઝમ ફોર્સ સ્થળ પર છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનના ફ્રન્ટિયર કોર્પ્સે હોટલને કોર્ડન કરી લીધી છે અને કોઈ પણ વ્યક્તિને હોટલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી.

(10:16 pm IST)