મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

અલ્વર ગેંગરેપ જેવી ભયંકર દુર્ઘટનામાં એવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમ ?: કોંગ્રેસની સરકારે મામલને દબાવવા કર્યો પ્રયાસ

અમારી સરકારે રેપ જેવા જધન્ય અપરાધ માટે ફાંસીનો કાયદો બનાવ્યો

 

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અલ્વર ગેંગરેપ કાંડ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે પોતાના કાર્યકાળમાં મહિલાઓના સમ્માનનું ધ્યાન રાખ્યું છે. અમારી સરકારે રેપ જેવા જધન્ય અપરાધ માટે ફાંસીનો કાયદો બનાવ્યો છે, જ્યારે કોંગ્રેસ મહિલા સુરક્ષા પર કેવું કામ કરી છે સમગ્ર દેશ જાણે છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાગદરબારી પણ એવા ભયાનક કાંડને દબાવવાના પ્રયાસ કરી રહ્યાં છે, એવોર્ડ વાપસી ગેંગ હતી, હું તેઓને પુછવા માગું છું કે પુત્રી સાથે રેપ જેવી ભયંકર દુર્ઘટનામાં ચુપ કેમ છે. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર લોકસભા ચૂંટણીને ધ્યારે રાખી એક દલિત મહિલાના ગેંગરેપને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

(9:58 pm IST)