મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

એન્ટી સેટેલાઈટના પરીક્ષણ બાદ અંતરિક્ષમાં થયેલો મોટાભાગનો કાટમાળ નષ્ટ

મિશન શક્તિના ભારતે એન્ટી સેટેલાઇટ પરીક્ષણ કરીને એક સેટેલાઈટને તોડી પાડ્યો હતો

નવી દિલ્હી :ભારતના એન્ટી સેટેલાઇટ પરીક્ષણ બાદ થયેલો મોટાભાગનો કાટમાળ નષ્ટ થયો છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીનુ કહેવુ છે કે, ભારત દ્વારા માર્ચમાં થયેલા એન્ટી સેટેલાઈટ પરિક્ષણ બાદ અંતરિક્ષમાં જે કાટમાળ પેદા થયો હતો તેમાંથી મોટાભાગનુ નષ્ટ થઈ ગયો છે. જે થોડો ઘણો કાટમાળ બચ્યો છે તે પણ બહુ થોડા સમયમાં ખતમ થઈ જશે.

  તેમણે કહ્યુ હતુ કે, મેં ૬ એપ્રિલે પણ કહ્યુ હુત કે, આ ટેસ્ટના કારણે પેદા થયેલો કાટમાળ બહુ જલ્દી નાશ પામશે અને એવુ જ થયુ છે. તેમણે ક્હયુ હતુ કે, કાટમાળ પર સતત વોચ રખાઈ રહી છે. આ કોઈ મોટો ઈશ્યૂ હોય તેવુ મને લાગતુ નથી. એ જણાવવુ મુશ્કેલ છે કે, સંપૂર્ણ પણે કાટમાળ કેટલા દિવસમાં ખતમ થઈ જશે. કદાચ કેટલાક સપ્તાહ લાગશે.
   અત્રે ઉલેલ્ખનીય છે કે મિશન શક્તિના ભાગરુપે એન્ટી સેટેલાઈ પરિક્ષણ કરાયુ હતુ. જેમાં ભારતે લોન્ચ કરેલી મિસાઈલે એક સેટેલાઈટને તોડી પાડ્યો હતો. જોકે આ માટે ૩૦૦ કિમીથી પણ નીચેની ભ્રમણકક્ષાને એટલા માટે પસંદ કરાઈ હતી કે, અંતરિક્ષમાં તુટી પડેલા સેટેલાઈટના કાટમાળનુ જોખમ ના રહે.

(9:00 pm IST)