મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

નવજોતસિંહ સિધ્ધુએ મોદી પર કર્યો કટાક્ષ

મોદી એવી દુલ્હન જેવા છે રોટલી ઓછી વણે બંગડીઓ વધુ ખખડાવે

ઇન્દોર તા. ૧૧ : પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ઘુ એ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં તેની સરખામણી એવી દુલ્હન સાથે કરી છે જે કામ ઓછું કરે છેઙ્ગઅને બંગડીઓ વધુ ખખડાવેઙ્ગછે. પોતાના વિવાદાસ્પદ નિવેદનો, તુક્કાબંધી, અને જુમલા માટે પ્રખ્યાત સિદ્ઘુ એ શુક્રવારના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે પ્રજાને 'કાલે અંગ્રેજ'ને સત્ત્।ામાંથી બહાર કાઢવાની અપીલ પણ કરી.

સિદ્ઘુએ કહ્યું કે મોદીજી એ દુલ્હનની જેમ છે જે રોટલી ઓછી વણે છે અનેઙ્ગબંગડીઓઙ્ગવધુ ખખડાવે છે જેથી કરીને મોહલ્લાવાળાઓને એ ખબર પડે કે તે કામ કરી રહ્યાં છે. બસ એ જ થયું મોદી સરકારમાં.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિદ્ઘુએ પીએમ મોદી પર જુઠ્ઠું બોલવાનો આરોપ મૂકતા કહ્યું કે મોદી માત્ર જુઠ્ઠું બોલી રહ્યા છે. વડાપ્રધાન અને તેમનો આખો કુનબા જુઠ્ઠો છે.

સિદ્ઘુએ પોતાના આગવા અંદાજમાં કટાક્ષ કર્યો, મેં હીરો નંબર વન, કુલી નંબર વન, અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઇ હતી. પરંતુ હાલમાં મોદીની નવી ફિલ્મો આવી રહી છે- ફેંકુ નંબર વન. તેમણે કહ્યું કે હું તેમને જુઠ્ઠા નંબર વન, ડિવાઇડર ઇન ચીફ અને અંબાણી અને અદાણીનો બિઝનેસ મેનેજર કહું છું.

મોદી સરકાર પર પ્રહારો કરતાં સિદ્ઘુ એ કહ્યું કે ના રામ મળ્યો, ના રોજગાર મળી. દરેક ગલીમાં મોબાઇલ ચલાવતો એક બેરોજગાર મળ્યો. રાફેલ વિમાન સોદા પર વડાપ્રધાનને ઘેરતા પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું કે મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમણે ૧૦ રૂપિયાની પેન સુદ્ઘાં ખરીદવા પર દુકાદનદાર પાસેથી પાક્કું બીલ લેવું જોઇએ. પરંતુ જયારે રાફેલ વિમાનોની ખરીદીના બીલની વાત હોય છે તો...

(3:31 pm IST)