મુખ્ય સમાચાર
News of Saturday, 11th May 2019

હોમ - ઓટો - પર્સનલ લોન સસ્તી થશે

SBIનો મહત્વનો નિર્ણય : લોન વ્યાજ ઘટાડ્યું

નવી દિલ્હી તા. ૧૧ : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક મહત્ત્વની જાહેરાત કરી હતી. બેન્કે માર્જિનલ કોસ્ટ બેઝ લેન્ડિગ રેટમાં ૫ ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે બેન્કની હોમલોન, ઓટોલોન અને પર્સનલ લોન સરળતાથી સસ્તામાં મળી રહેશે. MCRL ઘટતા તેની સીધી અસર લોન પર થઈ છે. ગત મહિને થયેલી આરબીઆઈની બેઠકમાં રેપોરેટ ૦.૨૫% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એસબીઆઈના ખાતેદારો માટે ખુશખબર છે.

અગાઉ એમસીએલઆર ૮.૫૦% હતો જે હવે ઘટીને ૮.૪૫% કરવામાં આવ્યો છે. આમ સીધા ૫%નો ઘટાડો થયો છે. એસબીઆઈએ કરેલા આ પાંચ ટકા ધટાડાની સીધી અસર તેમના ખાતેદારો પર થશે. ખાસ કરીને હોમ લોનના ખાતેદારોને રાહત મળી રહેશે. આ નવા ઘટાડેલા દર ૧૦ મેથી લાગુ થશે. એપ્રિલ મહિમા થયેલી નીતિ સમિક્ષા બાદ SBIએ બીજી વખત પોતાના એમસીએલઆરમાં ઘટડો કર્યો છે.

SBIએ એમસીએલઆરમાં કરેલા ઘટાડા બાદ ૧૦ એપ્રિલથી અત્યાર સુધીમાં હોનલોન ૦.૧૫% ઘટી છે. એસબીઆઈ ૧ મેથી જમા અને લોન વ્યાજની ટકાવારી આરબીઆઈ બેન્ચમાર્ક સાથએ જોડી છે. જેનાથી આરબીઆઈ તરફથી રેપોરેટમાં થનારા ફેરફારની સાથે જમા અને લોનની ટકાવારીમાં પણ બદલાશે. આ નિયમ લાગુ થતા ગ્રાહકોને અગાઉની સરખામણીમાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળી રહેશે. આ નિયમ એક લાખ રુપિયાથી વધારે જમા અને લોનના વ્યાજદર પર જ લાગુ રહેશે.

માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિગ રેટ. જેમાં બેન્ક પોતાના ફંડને ધ્યાને લઈને લોનની ટકાવારી નક્કી કરે છે. જે બેન્ચમાર્ક રેટ હોય છે. જે વધતા બેન્કમાંથી લેવામાં આવેલી તમામ લોન મોંઘી બની જાય છે. આ પહેલા એસબીઆઈએ તા. ૧૦ એપ્રિલના રોજ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. હવે જે લોકોનું બેલેન્સ ૧ લાખ રુપિયા સુધીનું છે તેમને ૩.૫૦%ના દરથી લોન મળી રહેશે. બેન્કના ૯૫% ગ્રાહકો આ શ્રેણીમાં આવે છે.

ટૂંકાગાળા માટેની લોનના દર આરબીઆઈના રેપોરેટ પ્રમાણે ઓટોમેટિક બદલાશે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં રેપોરેટમાં ફેરફાર બાદ હાલમાં ૬્રુ દર રહ્યો છે. આરબીઆઈના બેન્ચમાર્ક પોલીસી રેટ સાથેના તમામ એસબીઆઈ રોકડ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાફટ ૧ લાખથી વધારેની મર્યાદા સાથે જોડાવમાં આવ્યા છે. આ પહેલા બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં ઘટાડો કર્યોહતો. હાલના નાણાકીય વર્ષને ધ્યાને લઈને છેલ્લા છ મહિનાના રીપોર્ટ પરથી આરબીઆઈ પોતાના રેપોરેટમાં ફેરફાર કરી શકે છે. આવનારા સમયમાં પણ આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરે એવા એંધાણ છે.

(11:18 am IST)